Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયપાસ ન થયા હોય એવાં તબીબી છાત્રના હાથમાં દર્દીની જિંદગી કેવી રીતે...

પાસ ન થયા હોય એવાં તબીબી છાત્રના હાથમાં દર્દીની જિંદગી કેવી રીતે સોંપી શકાય?: સુપ્રિમ કોર્ટ

- Advertisement -

દેશભરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલની ફાઈનલ પરીક્ષા રદ કરવાની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમકોર્ટનાં જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને એમ.આર. શાહની બેન્ચે કહ્યું કે તેઓ પરીક્ષા રદ કરવાનો આદેશ આપી શકે નહીં. કારણ કે આ એક શૈક્ષણિક નીતિનો મામલો છે. બેન્ચે સુનાવણી દરમિયાન પૂછ્યું કે આ લોકો સારવાર કરશે કે જે ડોક્ટરોએ પરીક્ષા આપી નથી તેમના હાથમાં દર્દીનો જીવ કેવી રીતે સોંપી શકાય?
જો કે કોર્ટે આ મામલામાં અન્ય માંગ જેવી કે મેડિકલ, વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પ્રમોશન આપવું અને આ મુદ્દે એક સંયુક્ત તજજ્ઞ સમિતિની રચનાની માંગ અંગે કેન્દ્ર સરકાર અને એઇમ્સને નોટિસ આપી જવાબ માંગ્યો છે. હકીકતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્ષના ફાઈનલ ઇયરના કેટલાક ડોક્ટરોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. એમાં ડોક્ટરોએ પરીક્ષા રદ કરવા અને આંતરિક મૂલ્યાંકનના આધારે પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. અરજી કરનાર તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે ડોક્ટરોએ પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ પૂરા કર્યા છે.
કોરોનાના કારણે અંતિમ વર્ષની પરીક્ષા નહીં થવાથી તેઓ અધવચ્ચે છે. આવી સ્થિતિમાં પરીક્ષા વિના તેમના 3 વર્ષના આંતરિક મૂલ્યાંકનના આધારે પરિણામ જાહેર કરવું જોઈએ. હેગડેએ કોર્ટને કહ્યું કે આવું પહેલીવાર થઈ રહ્યું નથી. ભારત-ચીન યુદ્ધ સમયે પણ પીજીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરાયા હતા.
સંજય હેગડેએ કોર્ટને અનુરોધ કર્યો હતો કે તેઓ રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને પૂછે કે આ મુદ્દે તેઓ કંઈ કરી શકે એમ છે? જો કરી શકે તેમ હોય તો તેની દરખાસ્ત કોર્ટમાં રજૂ કરે. આ અંગે જસ્ટિસ બેનરજીએ કહ્યું કે અમે સમજીએ છીએ કે તમે શું કહેવા માંગો છો પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું અમે એવું કહી શકીએ કે પરીક્ષા નહીં થાય. કોર્ટે 18 જૂને વધુ સુનાવણી કરવા કહ્યું છે.
જસ્ટિસ બેનરજીએ કહ્યું કે કોર્ટ પરીક્ષાના આયોજન અંગે મનમાની કે પરીક્ષા ટાળવા સંબંધી માંગ પર વિચાર કરી શકે છે પણ અમે એવું કઈ રીતે કહી શકીએ કે પરીક્ષા યોજવી ના જોઈએ. આ નીતિગત નિર્ણય છે. મેડિકલ પરીક્ષામાં છૂટછાટ આપવી એ વ્યાપક હિતમાં નથી. અમારી પણ કેટલીક મર્યાદા છે. અમે એવી ચર્ચામાં જવા માંગતા નથી કે પરીક્ષા યોજાય કે નહીં? જસ્ટિસ શાહે કહ્યું કે આ તમામ ડોક્ટરોએ સિનિયર રેસિડન્ટ ડોક્ટર બનવાનું છે. ત્યારબાદ તેઓ દર્દીની સારવાર કરશે. આ પહેલા એમના પર દર્દીની સારવારની જવાબદારી કેવી રીતે સોંપી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular