રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે ધો 9થી 12ની શાળાઓ શરુ કરવા મંજુરી આપી દીધા બાદ હવેથી હોસ્ટેલો શરુ કરવા (hostel reopen in gujarat) પણ મંજુરી આપી દીધી છે. સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી સમાજ કલ્યાણ વિભાગ હેઠળની હોસ્ટેલોને ૫૦ ટકા કેપિસીટી સાથે શરૃ કરવા મંજૂરી અપાઈ છે.
સરકારે હોસ્ટેલો શરૂ કરવાની (hostel reopen in gujarat) મંજૂરી સાથે જાહેર કરેલી એસઓપી મુજબ રાજ્યમાં આવેલી ધો.૯થી૧૨ની ગ્રાન્ટેડ છાત્રાલયોમાં સમગ્ર મકાન, રૂમો અને કેમ્પસ તેમજ લોબી સહિતની જગ્યાઓ સંપૂર્ણ રીતે સાફ કરી ૫૦ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચના અપાઈ છે.એક રૂમમાં માત્ર બે જ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે.આ ઉપરાંત હોસ્ટેલોમાં ટેમ્પરેચર ગન, ઓક્સીમીટર અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરવા તેમજ કોરોનાની અસર જણાય તો સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. હોસ્ટેલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને જ પ્રવેશ આપવાનો રહેશે. તેમજ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા વાલીનું સંમતિપત્ર ફરજીયાત લેવાનું રહેશે. આ ઉપરાંત છાત્રાલયોમાં ધો.૯થી૧૨ના વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની જાણ તરત જ સંબંધિત જિલ્લા અધિકારીઓએ સંપૂર્ણ વિગતો સાથે સરકારની સમાજ કલ્યાણ કચેરીને કરવાની રહેશે.
વધુ વાંચો
ઓગસ્ટમાં 15 દિવસ બેન્કો બંધ રહેશે, જાણો રજાઓનું લીસ્ટ
જામનગર સહિત રાજયમાં પ્રમાણિક વીજગ્રાહકો પર રૂા.1058 કરોડનો વધારાનો બોજ લાદવામાં આવ્યો !
23 વર્ષીય બોક્સર લવલીના પહોચી સેમીફાઈનલમાં, ભારતનો બીજો મેડલ પાક્કો