Saturday, February 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં હોરી ધમાર રસિયા ફુલફાગ મહોત્સવ ઉજવાયો - VIDEO

જામનગરમાં હોરી ધમાર રસિયા ફુલફાગ મહોત્સવ ઉજવાયો – VIDEO

જામનગરમાં ગત રાત્રીએ હોરી ધમાર રસિયા ફુલફાગ મહોત્સવમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોરી ધમાર રસિયાનો લાભ લીધો હતો. વૈષ્ણવ પરંપરાનો અનોખો હોરી ધમાર ફુલફાગ મહોત્સવનો જામનગરમાં વૈશ્ર્વાનર યુવા સંગઠન અને શ્રીમદ્ અનિરૂઘ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલય દ્વારા ત્રણ દિવસ ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગઇકાલે રાત્રે વલ્લભચોક મોટી હવેલી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

વૈશ્ર્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગત્રાત્રિએ જામનગરના આંગણે હોરી ધમાર રસિયા ફૂલફાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વ્રજ સંસ્કૃતિ અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પૂર્વેથી ફાગણની પૂર્ણિમા સુધી ગવાતા આ ખાસ કીર્તનો અને નૃત્યો દ્વારા ભક્તો પ્રભુને રીઝવે છે અને અબીલ ગુલાલ અને ફૂલોથી હોળી રમે છે. ત્યારે ફાગણ મહિનાના આ પવિત્ર દિવસોમાં વ્રજની પરંપરાને જીવંત રાખતા ભકતોએ આ કાર્યક્રમને ભક્તિના રંગે રંગી દીધા હતા. પુ.પા.ગો. વલ્લભરાયજી મહોદય, પુ.પા.ગો. રસાદ્રરાયજી મહોદય તથા પુ.પા.ગો. પ્રેમાદ્રરાયજીના વિશેષ સાનિધ્ય અને આશીર્વાદ મેળવીને વૈષ્ણવોએ હોરી ધમાર રસિયાના ગાયનથી સમગ્ર વાતાવરણ વ્રજમય બનાવી દીધું હતું. મોટી હવેલી વલ્લભચોક ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી તે હોરી ધમાર રસિયાએ ફૂલફાગનો લાભ લીધો હતો. આ તકે અગ્રણી દિનેશભાઇ મારફતીયા, બહાદુરભાઇ રાજાણી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular