વર્ષ-2022 ના જુલાઈ ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યની આગેવાની હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા મોડેલ એસેમ્બ્લીનું આયોજન કરવાનું વિચાર્યું. જેમાં વિધાનસભાના 182 ધારાસભ્યોને બદલે ધોરણ-12 ના વિદ્યાર્થીઓની આખા ગુજરાતમાર્થી પસંદગી કરવાની હતી. સમગ ગુજરાતના હજારો વિધાર્થીઓમાથી ફકત 182 વિધાર્થીઓની પસંદગી માટે અલગ-અલગ 6 પકારના ઈન્ટરવ્યું પાસ કરવાના હતા. 182 વિદ્યાર્થીઓમાં ભવન્સ એ. કે. દોશી વવિધાલયની 3 વિદ્યાર્થીનીઓ કુ. હીર વ્યાસ, કુ. આરતી ગોહિલ અને કુ. ખુશી પોપટ પસંદગી પામી હતી. આ યુવા એસેમ્બ્લીનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી રાજકારણના વર્તમાન પવાહો અને બંધારણની સમજ કેળવી ભારતનું લોકતંત્ર કઈ રીતે કાર્ય કરે છે તે સમજે અને ભવિષ્યમાં સમાજ નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આ દિશામા આપે તે હતો. આ એતિહાસિક ઘટનાની પથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ સમગ કાર્યક્રમનું આયોજન તા.21ના રોજ કરવામા આવ્યુ હતું.
સ્કુલ પોસ્ટ અમદાવાદ તેમજ ભવન્સ એ. કે. દોશી વિદ્યાલયના સંયુકત ઉપક્રમે શાળાની પસંદગી પામેલ વિધાર્થાઓનું, શાળાનું, શિક્ષેકા અલ્પાબેન કામદાર તેમજ શાળાના પિન્સિપાલ ડાયરેકટર ભારતીબેન વાઢેરનું સન્માન આ તકે ઉપસ્થિત જામનગર જિલ્લા શિક્ષણાધિકાર મધુબેન ભટ્ટ, સ્કુલ પોસ્ટના સીઈઓ સ્વાતિબેન રાજવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાત આ કાર્યક્રમમા સંસ્થાના ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા, માહિલા કોલેજના આચાર્ય ચેતનાબેન ભેસદડીયા, એચ. જે. દોશી ઈન્ફોટેકના ડાયરેકટર હંસાબેન શેઠ, પિન્સપાલ હસીતભાઈ ચંદારાણમ ઉપસ્થિત રહયા હતા.