આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટી, મેરા દેશ ઉજવણીના ભાગરુપે દેશ માટે બલિદાન આપનારા વિરોને સમર્પિત અભિયાનને અનુલક્ષીને એમ.પી. શાહ કોમર્સ કોલેજ, જામનગર ખાતે દેશ માટે વિવિધ વિભાગોમાં યોગદાન આપનાર અધિકારીઓ-કર્મચારીઓનું સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર ટ્રાફિક પોલીસના નિવૃત્ત એએસઆઇ કાનજીભાઇ પનારાએ ટ્રાફિક અવેરનેસ, વ્યસનમુક્તિ તેમજ વિવિધ પ્રસંશનિય કામગીરી કરી હોય તે બદલ તેઓનું પ્રિન્સિપાલ ડો. જીતેશ ખેતીયાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.