Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રાત્રી કર્ફ્યુંમાં ક્યારે થશે ફેરફાર, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુંમાં ક્યારે થશે ફેરફાર, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન

- Advertisement -

ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે 36શહેરોમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. તેમજ દિવસે પણ ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેની મુદ્દત 12 મે એ પૂર્ણ થઇ રહી છે. 2દિવસની અંદર સરકાર રાત્રી કર્ફ્યું અને દિવસે લગાવવામાં આવેલ પ્રતિબંધો અંગે નિર્ણય લેશે. તેવામાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાત્રી કર્ફ્યુંને લઇને નિવેદન સામે આવ્યું છે.

- Advertisement -

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવો કે નહીં તે હવે નક્કી કરવામાં આવશે.ઉપરાંત વેપાર-ઉદ્યોગમાં કેટલી બાંધછોડ કરવી તે પણ હવે નક્કી કરાશે. તેમણે એમપણ જણાવ્યું હતું કે, અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકામાં સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે. સરકારે લગાવેલા નિયંત્રણ 12 મેના રોજ પૂરા થઈ રહ્યા છે. એટલે આગમી એક બે દિવસમાં સરકાર આ નિયંત્રણને આગળ લંબાવવા કે પછી તેમાં છૂટછાટ આપવી તેને લઈને નિર્ણય કરશે.

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા હતા. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં રાત્રી કર્ફ્યુંમાં ફેરફાર કરવામાં આવે તેવી સંભવાનાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular