જામનગરમાં મોટી હવેલીમાં હોળી ડોલોત્સવની ભારે ધામધુમપૂર્વક ઉજવણી થાય છે, જેમાં અનેક વૈષ્ણવો જોડાઈને હોળી-ધુળેટીના મહોત્સવની પુરા ભક્તિભાવથી ઉજવણી કરી હતી. જામનગર મોટીહવેલી ખાતે ડોલોત્સવ દરમ્યાન દર્શન અને મંગલા આરતી કરવામાં આવી હતી. બાદમાં રાજભોગ અને હોળી ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ રાળ તથા સ્વાંગના દર્શન અને ત્યાર બાદ હોળી પ્રદીપનનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે 6 વાગ્યે ડોલ ઉત્સવ યોજાયો હતો. બાદમાં મંગલા આરતી, પ્રથમ ભોગ દર્શન બપોરે અને ચતુર્થ ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.