Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારધ્રોલ નજીક હિટ-એન્ડ-રન : ઓડી કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

ધ્રોલ નજીક હિટ-એન્ડ-રન : ઓડી કારે હડફેટે લેતા બાઈકસવારનું મોત

- Advertisement -

રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ધ્રોલથી 18 કિ.મી. દૂર આવેલ હોટલ નજીકના માર્ગ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતી ઓડી કારના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક તેની કાર મુકી નાશી ગયો હતો.

- Advertisement -

હિટ-એન્ડ-રનના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતો મુકેશભાઈ મનસુખભાઈ આશિયાણી નામનો પ્રજાપતિ યુવાન બુધવારે રાત્રિના સમયે તેના જીજે-03-એચએફ-8980 નંબરના બાઈક પર જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફીનોટેકસ કંપનીમાં જવાના રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-06-ડીકયુ-5999 નંબરની ઓડી કારના ચાલકે તેની કાર પૂરઝડપે-બેફીકરાઇથી ચલાવી બાઈકસવારને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મુકેશભાઈ આશિયાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજતાં ઓડી કારનો ચાલક તેની કાર ઘટનાસ્થળે જ મુકીને રાત્રિના અંધારાનો ગેરલાભ ઉઠાવી નાશી ગયો હતો.

બનાવની જાણ થતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી જ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકના ભાઈ હિતેશના નિવેદનના આધારે ઓડીકારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular