એપ્રિલના પ્રારંભથી દેશમાં હાહાકાર મચાવવાનું શરૂ કરનાર કોરોના છેલ્લા કેટલાક દિવસથી થાકયો હોય તેમ નવા આવતા કેશસના આંકડાં સ્થિર થવા લાગ્યા છે. છેલ્લા 4 દિવસથી દેશમાં કોરોનાના નવા કેસના આંકડા સાડા ત્રણ લાખ આસપાસ સ્ટેબલ થઇ રહયા હોય તેમ જણાઇ રહયું છે.
તો બીજી તરફ રિકવરી એટલે કે, સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહયો છે. ગઇકાલે પણ નવા 3.52 લાખ કેસ સામે 2.51 લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે.
એક તરફ તજજ્ઞો દ્વારા મે માં કોરોનાની બીજી લહેરની પીક આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ એપ્રિલના એન્ડમાં જ કોરોનાના નવા કેસના સ્થિર થઇ રહેલાં આંકડા આશાનું કિરણ જન્માવી રહયા છે. જો હજુ કેટલાક દિવસ આ આંકડો સ્થિર રહ્યો તો આગામી સમયમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થઇ શકે છે. રિકવરીના આંકડા પણ આ તરફ ઇશારો કરી રહયા છે. જો કે, મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક બની રહયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2771 દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાથી રાહતના સંકેત દેશની આર્થિક રાજધાની મુંબઇથી પણ સાંપડી રહયા છે. મુંબઇમાં એપ્રિલના પ્રારંભે દૈનિક કેસનો આંકડો 11,000 ઉપર પહોંચ્યા બાદ તેમાં સતત ઘટાડો થઇ રહયો છે.
ગઇકાલે આ આંકડો 3,500 હજારથી થોડો વધુ આવ્યો છે. મુંબઇની સ્થિતિ ખૂબજ આશા ભરી જણાઇ રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.52 લાખ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 2812 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. જે સાથે જ દેશમાં હવે કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.73 કરોડે પહોંચી ગઇ છે.
જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઇ હતી. બીજી તરફ દેશમાં કુલ મૃત્યુઆંક હવે વધીને 1.95 લાખને વટાવી ગયો છે. જે 1.95 લાખ જેટલા કુલ મોત નિપજ્યા છે.
4અનુ. પાના નં. 6 ઉપર