ગિફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઈ રહ્યા છે, જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે આવી ચીજ વસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ સોગાદોનું ચલણ હમણાં ખૂબ વધી ગયું છે, ભારતના લોકોએ આ ષડયંત્રને ઓળખવાની જરૂર છે.
સાન્તાક્લોઝ બાળકો માટે બહુ રમકડા અને ચોકલેટ લઈને આવે છે, બાળકોની આવી અનુચિત ધારણા હોય છે. ક્રિસમસ ની રાત્રે સૌથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે. સાન્તાક્લોઝ આવી જે ક્રિસમસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મૂકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી, બાળકોની ખુશી માટે તેમના માતા પિતા જ ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુઓ રાખી દેતા હોય છે. માતા-પિતાએ સાન્તાક્લોઝ અને આ ભેટ વસ્તુઓનો જુઠ્ઠા સંબંધોની બાળકોને સમજ આપવી જોઈએ, પરંતુ ચોથી સદીથી તુર્કીસ્તાનના મીરાનગર થી સાન્તાક્લોઝ ની આવી ભેટપ્રથાનો પ્રારંભ થયો. જે સંતાક્લોઝ ભારતના બાળકોનું માનસિક ધર્માંતરણ જ કરી રહ્યા છે. આવા માનસિક ધર્માંતરિત થયેલા બાળકો આગળ જતા સનાતન હિંદુ ધર્મની પરંપરાઓની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આવા બાળકો બુદ્ધિવાદી અને નિર્ધમવાદી બનીને એક પ્રકારની રાષ્ટ્ર અને ધર્મ ઉપર આઘાતો કરે છે. જેથી હિન્દુ સેના નાતાલમાં બાળકોનું ધર્માંતરણ કરવા વાળાથી ચેતવી રહી છે તેમ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે નિવેદનમાં જણાવ્યું છે.