ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે જે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેમાં અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને તેમના તાલુકાઓમાં પણ આવા ધાર્મિક પુસ્તકો વેચાઇ રહ્યા છે. અને જે સ્લમ વિસ્તારો ની અંદર સસ્તા ભાવે આપી રહ્યા છે. આ પુસ્તકો ગીતા ના નામ પર ધર્મના નામ ઉપર અંદરના ભાગમાં મહંમદ પયગંબર વિષે લખી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ઈશ્વરનો સંદેશો આપનાર ભગવાન તરીકે મહંમદ પયગંબરને ઓળખાવી આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે . રાજકોટમાં 3 દિવસ ગીતાના નામે પુસ્તકો વહેંચ્યા બાદ મીની બસ સાથે 20 થી વધુ લોકો પુસ્તકો તાલુકા ગામડા અને જિલ્લામા ફરી રહ્યા છે .જે હિંદુ ધર્મ ની લાગણી દુભાતા તેમજ નુકસાનકારક પુસ્તકો વેચી રહી છે. તાજેતરમાં જ ડોક્ટર સીમાબેન પટેલ તેમજ વિ.હી.પ, હિન્દુસેના તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોની જાગૃતતાથી આ ષડયંત્ર અત્યારે કાલાવડમાં જાહેર થઇ ચૂકયું છે.જેની નોંધ પોલીસ દફતરે પણ નોંધાઈ ચુકી છે જેથી ગુજરાતના તમામ હિન્દુ લોકોએ જાગૃત થઈ આવા ષડયંત્રને બહાર લાવવા તેમજ ખુલ્લા પાડવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે હાકલ કરી છે.
સૈનિકોએ એક પછી એક હિન્દુ ધર્મના નામે બુકો નું વેચાણ કરતા વ્યક્તિઓ ને પકડી પાડયા છે. જેમાં ગીતા ગ્રંથ ના નામે પણ પુસ્તકો વેચાતી હોય હિન્દુ લોકો ભ્રમિત થઈ અંદર મોહમ્મદ પયગમ્બરની શરિયતોને લગતી વિગતો આપેલી છે અને આ બુકોના લેખક સંત શિરોમણી રામપાલ નામથી ઓળખાવે છે જે દોઢ વર્ષ પહેલા તેમના પર ફરિયાદ થયેલી અને જેલમાં પણ ગયેલ હોય ખરેખર હિન્દુ ધર્મને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેને હિંદુ સેનાએ ખંભાળિયામાં અત્યારે પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.