Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગણપત નગરના રહેવાસીઓને રાહત, મકાન ખાલી કરવા સામે હાઇકોર્ટનો સ્ટે

ગણપત નગરના રહેવાસીઓને રાહત, મકાન ખાલી કરવા સામે હાઇકોર્ટનો સ્ટે

- Advertisement -

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ગણપતનગરના 131 મકાન ધારકો પંદર દિવસમાં મકાન ખાલી કરી આપવાની રેલવે દ્વારા નોટિસ પાઠવતા ત્યાંના રહેવાસીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે તે અન્વયે હાઇકોર્ટે નોટિસ સામે સ્ટે આપવા ઉપરાંત રેલવે, જામનગર કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવી છે. જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ગણપત નગર વિસ્તારમાં વસવાટ કરતાં રહેવાસીઓ પૈકીના 131 મકાનધારકોને રેલવેના સિનિયર સેકશેન ઇજનેરે થોડા દિવસ પહેલાં નોટીસ પાઠવી તેમાં જણાવ્યુંહ તુઁ કે, ત્યાં આવેલાં તે આસામીઓના મકાન પંદર દિવસમાં ખાલીક રી આપવા તે નોટિસ અંગે ગણપત નગરના 131 રહેવાસીઓએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન નોંધાવી રજૂઆત કરી હતી તે રજૂઆતને ધ્યાને લઇ હાઇકોર્ટે રેલવે દ્વારા અપાયેલી નોટિસ સામે સ્ટેનો હુકમ કર્યો છે. તે ઉપરાંત રેલવે વિભાગ, જામનગર કલેકટર અને જામનગરના મ્યુનિસિપલ કમિશનરને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular