Friday, February 13, 2026
Homeએજ્યુકેશનજામનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટરો કાર્યરત

જામનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેન્ટરો કાર્યરત

વિદ્યાર્થીઓ અને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકો આપશે માર્ગદર્શન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઇન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ માટે વિદ્યાર્થીઓની સહાય માટે જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી. વ્યાસ (૯૮૨૪૫ ૧૮૧૯૯), જયસુખભાઈ ચાવડા (૯૮૨૪૨ ૦૬૨૬૪) અને સુરભીબેન પંડ્યા (૯૭૨૬૭ ૧૧૮૬૫) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (૯૪૨૭૭ ૭૪૧૭૩) અને કમલેશભાઈ શુક્લ (૯૯૧૩૭ ૦૧૭૭૧) નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (૭૬૯૮૦ ૯૪૧૪૨) અને વર્ષાબેન ત્રિવેદી (૮૨૦૦૫ ૩૪૦૭૭) સેવા આપશે.​કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જ્યોતિબેન વાળા (૯૪૨૮૨ ૧૬૭૮૮) તથા જ્યોત્સનાબેન દવે (૯૪૨૯૧ ૪૧૩૯૧) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (૯૪૨૭૨ ૩૩૧૪૪) અને માલાબેન ઠાકર (૯૪૨૭૨ ૦૭૫૦૩) ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ બિંદુબેન ભટ્ટ (૯૪૨૭૯ ૪૪૮૫૫) અને એચ. આર. માલવિયા (૯૯૨૫૮ ૫૯૧૫૮) નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે.

સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ (સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે ૨૪ કલાક સેવારત ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર ૯૯૦૯૦ ૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨૨૦૫૩૮ પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular