Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયતામિલનાડુમાં ભારે વરસાદ, જનજીવન ઠપ્પ

તામિલનાડુમાં ભારે વરસાદ, જનજીવન ઠપ્પ

- Advertisement -

તમિલનાડુના પાટનગર ચેન્નાઇમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારે ચેન્નાઇમાં 8.4 સેમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. આ વરસાદ છેલ્લા 30 વર્ષનો સૌથી વધારે છે. ચેન્નાઇ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદ રોકાવાનું નામ જ લઇ રહ્યું નથી. સમગ્ર રાત વરસાદ પડવાને કારણે સડકો પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. વરસાદને કારણે લોકોનું જન જીવન ઠપ્પ ગઇ ગયું છે. ભારે વરસાદને કારણે ચેન્નાઇ અને અન્ય છ જિલ્લાઓ તંજાવુર, તિરૂવલ્લુર, નાગપટ્ટિનમ, કાંચીપુરમ, તિરૂવલ્લુર અને ચેંગલપેટમાં પણ સ્કૂલ બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશનના અધિકારીઓએ ગણેશપુરમ જેવા સબવે સહિતના અનેક વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરની સમીક્ષા માટે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ચેન્નાઇ મેટ્રોરેલના બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે અનેક સ્થળોએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને આજે રાજ્ય સચિવાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભારત હવામાન વિભાગ (આઇએમડી)એ તમિલનાડુમાં પાંચ નવેમ્બર સુધી વરસાદની એલર્ટ જારી કરવામાં આવી છે. જેમાં ચાર નવેમ્બર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular