Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયચોમસા પહેલાં જ આસામ, કેરળમાં ભારે વરસાદ

ચોમસા પહેલાં જ આસામ, કેરળમાં ભારે વરસાદ

નદીઓમાં ભીષણ પૂરથી ભારે તબાહી, પૂરના પાણીમાં ફસાયેલી ટ્રેનમાંથી વાયુ સેનાએ 119ને બચાવ્યાં : ભૂસ્ખલનથી 3 લોકોનાં મોત : ચેરાપુંજીમાં કલાકોમાં ખાબકયો 17 ઇંચ વરસાદ : કેરળનાં બે જિલ્લાઓમાં મુસળધાર વરસાદનું રેડ એલર્ટ

- Advertisement -

ચોમાસાના આગમન પહેલાં જ ભારે વરસાદે આસામમાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલાં ધોધમાર વરસાદને કારણે આસામની નદીઓમાં ભીષણ પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે. રાહત અને બચાવ કામગીરી માટે વાયુસેનાને કામે લગાડવામાં આવી છે. બીજી તરફ દક્ષિણના રાજયો કેરળમાં પણ મોન્સુનના આગમન પહેલાં જ મૂસળધાર વરસાદ વરસ્યો છે. જેને કારણે કોચી, ઇડુકી, તિરૂવનંતપુરમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલીઓની શરૂઆત થઇ છે. કેરળના બે જિલ્લાઓમાં મુસળધાર વરસાદનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. તો મેઘાલયનાં ચેરાપુંજીમાં કલાકોમાં જ 17 ઇંચ વરસાદ ખાબકયો છે.

- Advertisement -

ભારે વરસાદના કારણે આસામમાં તબાહી વધી રહી છે. આ બધા વચ્ચે વાયુસેનાએ કછાર વિસ્તારમાં અનેક કલાકો સુધી પૂરમાં ફસાયેલી એક ટ્રેનમાંથી સેંકડો મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા. અચાનક જ પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે તબાહી વ્યાપી છે. આ કારણે અનેક સ્થળોએ માર્ગ અને રેલ સંપર્ક તૂટી ગયા છે. અજઉખઅએ રવિવારે આગામી 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધોમાજી, મોરીગાંવ અને નગાંવ જિલ્લાઓ માટે પૂરનું એલર્ટ આપેલું છે.
સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન ભારે વરસાદ અને પૂરના કારણે કછાર વિસ્તારમાં અટવાઈ ગઈ હતી. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે, ટ્રેન આગળ કે પાછળ પણ નહોતી જઈ શકતી. અનેક કલાકો સુધી ટ્રેન ફસાઈ રહી એટલે જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને રેસ્ક્યુ કરાવ્યા હતા.

આસામના દીમા હસાઓ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ દ્વારા શનિવારે રાતના સમયે બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે દીમા હસાઓના હાફલોંગ મહેસૂલી ક્ષેત્રમાં એક મહિલા સહિત 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના અન્ય હિસ્સાઓ સાથે રેલવે અને માર્ગ સંપર્ક ભાંગી પડવાના કારણે અનેક સ્થળોએ પૂર અને ભૂસ્ખલન બાદ પહાડી જિલ્લો ખૂબ જ પ્રભાવિત થયો છે.

- Advertisement -

સમગ્ર ઉત્તર ભારતમાં અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે કેરળથી સારા સંકેત મળી રહ્યાં છે. કેરળમાં પ્રિ મોન્સૂન વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે કેરળના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદની એલર્ટ જારી કરી છે. બે જિલ્લમાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.

વરસાદને કારણે કોચ્ચિમાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. સરકારે લોકોને પર્વતીય વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપી છે. ઇડુક્કી અને અર્નાકુલમમાં આગામી 24 કલાકમાં 20 સેમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular