Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મીની વાવાઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી ઝાપટાં - VIDEO

જામનગરમાં મીની વાવાઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી ઝાપટાં – VIDEO

જામનગર શહેરમાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળો છવાયા હતા અને મીની વાવાઝોડા સમાન તોફાની પવન ફુંકાવાનો શરૂ થયો હતો.જેના પરિણામે કેટલાક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી

- Advertisement -

હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરમાં પણ આજે બપોર બાદ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. બપોરના અચાનક વાતાવરણ માં પલટો આવતા વરસાદી વાદળો છવાયા હતા અને થોડી જ વારમાં ભારે પવન શરૂ થયો હતો. ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક કાળા વાદળો છવાઈ ગયા હતા અને પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. મીની વાવાઝોડા સમાન પવન ફૂકાંતા માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાઈ થવાની સાથે કેટલાક વિસ્તારોમાં વાહનો પણ પડી ગયા હતા તેમજ પતરા ઉડ્યા હતા તથા લોકોની અગાસીમાં રહેલો સામાન પણ ઉડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.તો બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી

- Advertisement -

શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ ની સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. કમોસમી વરસાદ એક તરફ ગરમીમાંથી રાહત લાવ્યો છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular