Monday, January 12, 2026
Homeરાજ્યદ્વારકાના દરિયામાં અમાસના દિવસે ભારે કરંટ

દ્વારકાના દરિયામાં અમાસના દિવસે ભારે કરંટ

દેવભૂમિ દ્વારકામાં આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળતા મોટાં મોજા ઉછળિયા હતાં અને ગોમતી ઘાટના કિનારે આ દ્રશ્ય નિહાળવા લોકો ઉમટયા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, આજે અમાસના દિવસે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. આ કરંટને કારણે જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અસહ્ય બફારો અનુભવાયો હતો અને દરિયો ગાંડોતૂર બન્યો હતો. જેના કારણે દ્વારકામાં ગોમતી ઘાટના કિનારે દરિયાઈ મોજા ઉંચા ઉછળતા નજરે પડયા હતાં. આ નજારો જોવા અનેક લોકો ઉમટયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular