હાલ કૃષિ કાયદાના વિરોધમાં ભારે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે સિંગર રિહાનાએ ટ્વીટર પર ખેડૂતોનું સમર્થન કર્યા બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રિહાના ઉપરાંત એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ખેડૂતોને સમર્થન આપતા ટ્વીટ સહીત ચારે બાજુ બંનેનું નામ ચર્ચામાં છે જયારે એક્ટર રણવીર શૌરીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં તેણે ગ્રેટા થનબર્ગ, રિહાના સહિતના લોકોનો ઉલ્લેખ કર્યો છે.
Best way to explain it is with a simple, fun song. #IndiaTogether pic.twitter.com/zFFoc1PRFn
— Ranvir Shorey (@RanvirShorey) February 3, 2021
એકટર રણવીર શૌરીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર #Indiatogether સાથે એક વિડીયો અપલોડ કર્યો છે. જેમાં તે હાથમાં ગીટાર લઇને ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ ગીતના શબ્દો છે. ‘રિહાના તો બહાના, કિસાનો કે કંધે સે બંદૂક ચલાના હૈ. ગ્રેટા તો અનપઢ હૈ, મોદી કો શર્મિંદા કરકે પપ્પૂ કો પીએમ બનાવવા હૈ.’ ચાહકોને રણવીરનું આ ગીત પસંદ પણ આવી રહ્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે રિહાના, ગ્રેટા થનબર્ગ અને મિયા ખલીફા જેવી વિદેશી હસ્તીઓના ખેડૂત આંદોલનને લઈને ટ્વીટ પછી વિદેશ મંત્રાલયે કોઈનું નામ લીધા વિના ભારતના આંતરિક મામલાથી દૂર રહેવાની સલાહ આપી હતી. ભારતના કેટલાક લોકો રિહાના અને ગ્રેટાને સમર્થન પણ આપી રહ્યા છે તો કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આજે ખેડૂતોએ કૃષિકાયદાના વિરોધમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન પણ કર્યું છે.