Wednesday, December 18, 2024
Homeરાષ્ટ્રીયશું તમે પણ પોલીસી લીધા પછી ભુલી તો નથી ગયા ને ???

શું તમે પણ પોલીસી લીધા પછી ભુલી તો નથી ગયા ને ???

એલઆઈસી પાસે 880 કરોડ રૂપિયા અનકલેઈમ છે શું એ તમારું છે ??!!

- Advertisement -

જો તમારી પાસે પણ એલઆઈસી પોલીસી છે અને તમે તેની પાકતી મુદ્તે ભુલી ગયા છો અથવા તમારા પરિવારના કોઇ સભ્યએ એલઆઈસી પોલીસી લીધી છે અને હવે તે નથી અથવા તમારા પરિવારમાં કોઇએ એલઆઈસી પોલીસી લીધી છે અને તેની પાકતી મુદ્ત પૂરી થઈ છે અને તમે ઈચ્છો છો તેને તપાસો તો ચાલો જાણીએ…

- Advertisement -

દાવા વગરની અને બાકી રકમની તપાસ કેવી રીતે કરવી જાણીએ.
જો કોઇપણ એલઆઈસી પોલીસીધારક અથવા લાભાર્થી એ તપાસવા માંગે છે કે તેના નામે એલઆઈસી પોલીસીના નાણાં દાવો કર્યા વગરના છે કે બાકી છે તો તે અહીં દર્શાવેલા કેટલાંક પગલાને અનુસરી શકે છે.
સૌથી પહેલાં એલઆઈસીની વેબસાઈટ પર https://licindia.in/home પર જાઓ.
હવે ગ્રાહક સેવા અને પોલીસી ધારકોના અનકલેઈમ એકાઉન્ટસ પસંદ કરો.
આ પછી પોલીસી નંબર, નામ, જન્મ તારીઅ અને પાન કાર્ડ વિગરો દાખલ કરો.
હવે સબમીટ બટન પર કિલક કરો અને વિગતો ચકાસી શકો છો.
જો તમારી પાસે પણ એલઆઈસી પાસે દાવો ન કરેલી રકમ છે તો તમે એલઆઈસી એજન્ટ દ્વારા અથવા એલઆઈસી ઓફિસની મુલાકાત લઈને જરૂરી દસ્તાવેજો સાથે તેનો દાવો કરી શકો છો.
જો કોઇ રકમ 10 વર્ષથી વધુ સમય માટે દાવો વગરની રહી છે. તો સમગ્ર રકમ વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આવી રકમનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકના લાભ માટે નિયમો અનુસાર કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular