PIB ફેકટ ચેક પર પોસ્ટ કરવામાં આવ્યું છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નકલી ઈમેઇલ છે આ તમારા બેંક એકાઉન્ટને ડ્રેઈન પણ કરી શકે છે. જેના કારણે તમારે આર્થિક નુકસાનનો સામાનો કરવો પડી શકે છે.
e-pancard ડાઉનલોડ ડોકયુમેન્ટ અને આઈડી વગેરે મોબાઇલમાં રાખવા સામાન્ય છે. હવે જો તમે પાન કાર્ડ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. PIB ફેકના ચેકના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે અને સાવતે રહેવા કહેવામાં આવ્યું છે અને દાવો કર્યો છે કે આ ઈમેઇલ નકલી છે અને કોઇપણ ઈમેલનો જવાબ આપશો નહીં. કોઇપણ લીંક, કોલ્સ અથવા એસએમએસ વગેરે પર કલીક કરવું જોઇએ નહીં. અને વ્યકિતગત બેંકીંગ વિગતો શેર કરવી નહીં. ભુલથી ઈમેઇલ લીંક પર કલીક કરતા બેંક એકાઉન્ટને ડ્રેઈન પણ કરી શકે છે.