Monday, December 23, 2024
Homeબિઝનેસએક્સીસ બેંકમાં ખાતું ધરાવો છો ? તો આ સમાચાર છે મહત્વના

એક્સીસ બેંકમાં ખાતું ધરાવો છો ? તો આ સમાચાર છે મહત્વના

- Advertisement -

જો તમે એક્સિસ બેંકના ગ્રાહક છો, તો તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. હવે એક્સિસ બેંકમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે. બેંકે બચત ખાતા પર રોકડ ઉપાડ અને એસએમએસ ચાર્જમાં વધારો કર્યો છે. નવા દર 1 મે 2021 થી લાગુ થશે. 1 મે ​​2021 થી એક્સિસ બેંકના ગ્રાહકોએ તેમના ખાતામાં સરેરાશ 15,000 રૂપિયાની લઘુત્તમ માસિક બેલેન્સ રાખવાની રહેશે. હાલમાં આ મર્યાદા 10,000 રૂપિયા છે. આ સિવાય બેંકે પ્રાઇમ અને લિબર્ટી સેવિંગ્સ એકાઉન્ટમાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ લિમિટ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે.

- Advertisement -

એક્સિસ બેન્ક તેના બચત ખાતા ધારકોને એક મહિનામાં 4 વ્યવહારો અથવા 2 લાખ રૂપિયા સુધીની રકમ ઉપડવાની વ્યવસ્થા અપાઈ રહી છે.બે લાખથી વધુની રકમ ઉપાડવા પર બેંક રૂ.1 હજાર દીઠ 5 રૂપિયા અથવા મહત્તમ 150 રૂપિયા લે છે. હવે બેંકે મફત ટ્રાંઝેક્શન પછી 5 રૂપિયા લેવામાં આવતા ચાર્જને 10 રૂપિયા કરી દીધા છે. જોકે, મહત્તમ 150 રૂપિયા ચાર્જ જાળવી રાખવામાં આવ્યો છે.

આ સિવાય હવે બેંક પ્રતિ એસએમએસ પર 25 પૈસા વસુલશે. હાલમાં દર મહિને 5 રૂપિયા લે છે. આ નવો દર 1 જુલાઈ 2021 થી લાગુ થશેઆ એસએમએસમાં ઓટીપી અને બેંક દ્વારા મોકલેલા પ્રમોશનલ એસએમએસ શામેલ નથી.

- Advertisement -

એક્સિસ બેન્કે સેલેરી અકાઉન્ટના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો તમારું સેલેરી અકાઉન્ટ 6 મહિનાથી વધુ જૂનું છે અને કોઈ પણ એક મહિનામાં ક્રેડિટ નથી, તો દર મહિને 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જો તમારા ખાતામાં 17 મહિના સુધી કોઈ ટ્રાંઝેક્શન નથી થતું, તો 18 મા મહિનામાં 100 રૂપિયા એક વખતનો ચાર્જ લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular