Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતહાર્દિક પટેલે કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું

હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી આપ્યું રાજીનામું

કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત : હાર્દિક પટેલ

- Advertisement -

છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારીપ્રમુખ પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે જણાવ્યું છે કે આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

- Advertisement -

હાર્દિક પટેલે અગાઉ પણ ઘણી વખત જાહેરમાં કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે કોંગ્રેસથી અંતર જાળવ્યું હતું ત્યારથી જ કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલી રહી હતી. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું છે. હાર્દિક પટેલ તાજેતરમાં જ ખોડલધામમાં નરેશ પટેલ સાથે જોવા મળ્યા હતા અને ત્યાં પણ તેણે કહ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છુ જ ને કોણ ના પાડે છે, અમે તો કામ માંગીએ છે, પદ થોડું માંગીએ છીએ.

એકતરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે તો બીજી તરફ હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular