રાજયમાં સરકાર દ્વારા વેપાર-ધંધાને છુટછાટ આપવામાં આવી છે. જેને ધ્યાને લઇ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પણ આવતીકાલથી રાબેતા મુજબ હરાજીનો પ્રારંભ કરવામાં આવશે તેમ હાપાયાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે.
જામનગરમાં આવતીકાલથી હાપા યાર્ડમાં વિવિધ જણસીની હરાજીનો પ્રારંભ થશે. જેમાં ઘઉંની આવક તા.22ના સવારે 6 થી 9, મગફળીની આવક આજે બપોરે બે વાગ્યાથી, ધાણાની આવક પણ આજે બપોરે બે વાગ્યાથી સવારે 7વાગ્યા સુધી, કપાસની આવક આજે બપોરે બે વાગ્યાથી, રાય/રાયડાની આવક આજે બપોરે બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી, જીરૂ, અજમા, અનાજ, કઠોળની આવક આજે બપોરે બે વાગ્યાથી ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત એરન્ડા, લસણની આવક આજે બપોરે બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કરવામાં આવશે. આ સમય મર્યાદા બાદ આવકો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે.