મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનથી ઉપડનારી હાપા-બિલાસપુર અને બિલાસપુર-હાપા સુપરફાસ્ટ વીકલી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી ધોરણે ઓખા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા સ્ટેશન પર તા. 27ના રોજ સાંજે 18.15 કલાકે આયોજિત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને નવી વિસ્તૃત ટ્રેનના સંચાલન નું ઉદ્ઘાટન કરશે.
આ ટ્રેનોને બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા અને જામનગર સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 27.01.2024 થી દર શનિવારે 19.05 કલાકે ઓખાથી ઉપડી તે જ દિવસે દ્વારકા 19.36 કલાકે, ખંભાળિયા 20.47 કલાકે, જામનગરથી 21.33 કલાકે અને હાપા 22.18 કલાકે પહોંચશે. રિટર્નમાં, ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 29.01.2024 થી બિલાસપુરથી દર સોમવારે 10.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે હાપા 15.08 કલાકે, જામનગર 15.24 કલાકે, ખંભાળિયા 16.17 કલાકે, દ્વારકા 17.46 કલાકે અને ઓખા 18.50 કલાકે પહોંચશે. ટ્રેનોના રૂટમાં અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.