Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર એસ ટી બસ ડેપોમાં યુવાનના ખીસ્સામાંથી અડધા લાખની રોકડની ચોરી

જામનગર એસ ટી બસ ડેપોમાં યુવાનના ખીસ્સામાંથી અડધા લાખની રોકડની ચોરી

- Advertisement -

જામનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં રાજકોટ જવાની ઈલેકટ્રીક બસમાં ચડતા સમયે યુવાનના પેન્ટના પાછલા ખીસ્સામાંથી રૂા.50,000 ની રોકડ રકમ અજાણ્યો ચોર ચોરી કરીને લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ગોકુલધામ શેરી નં.2 માં રહેતો અને નોકરી કરતા પાર્થ હરસુખભાઈ વસોયા નામનો યુવાન સીસીટીવી કેમેરાનું પેમેન્ટ રાજકોટ આપવા માટે ગત તા.23 ના રોજ સવારના સમયે જામનગર એસટી ડેપોમાંથી રાજકોટ જતી ઇલેકટ્રીક બસમાં ચડતો હતો. તે દરમિયાન પાછલા ખીસ્સામાં રાખેલા રૂા.50000 ની રોકડ રકમ અજાણ્યો તસ્કર ચોરી કરીને લઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ કરતા એેએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular