કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી લૂંટને અંજામ આપનાર 6 લૂંટારૂઓની ગેંગને એલસીબીની ટીમએ ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 6,47,270નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામની સીમમાં ખેતરમાં રહેતાં કાબાભાઇ ભીખાભાઇ અજુડિયા અને તેમના પત્ની હીરૂબેન કાબાભાઇ અજુડિયા નામના વૃદ્ધ દંપતિ ઉપર ગત્ તા. 30 નવેમ્બરના રાત્રિના અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. વૃદ્ધાએ પહેરેલા રૂા. 60 હજારની કિંમતના સોનાના કાપ ખેંચીને લૂંટી લીધા હતા. ઘરમાં રહેલી તિજોરીના લોક તોડી તેમાંથી એક વિંટી અને બે ચાંદની બંગડીઓ મળી કુલ રૂા. 65 હજારની લૂંટના બનાવની ફરિયાદ વૃદ્ધ દંપતિના પૌત્ર વિરાંગ દ્વારા નોંધાવાઇ હતી.
View this post on Instagram
આ બનાવ અંગે એલસીબીના સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, ભરતભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે જામનગર તાલુકાના નાઘેડી, જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ સામે લૂંટારૂઓને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબના નારણ ઉર્ફે નાયા જગા અરજણ વારોતરિયા (ઉ.વ.46), ગોવિંદ કરશન નારણ કનારા (ઉ.વ.35) (બન્ને રહે. નાઘેડી), નારણ વીરા દેવા હુણ (ઉ.વ.20) (મોટા પાંચ દેવડા, તા. કાલાવડ), મુન્ના અમરૂ સેંકડા ભાભર (ઉ.વ.25), સાગરસીંગ રાયસીંગ અલાવા (ઉ.વ.25), પંકજ ભારત પાંગલા બિલવાલ (ઉ.વ.25) (રહે. ત્રણેય મઘ્યપ્રદેશ) સહિતના 6 લૂંટારૂઓને દબોચી લીધા હતા.
એલસીબીની ટીમએ 6 લૂંટારૂઓ પાસેથી રૂા. 60 હજારની કિંમતના સોનાના કાપ, રૂા. પાંચ હજારની કિંમતની ચાંદીની વિંટી અને બે બંગડી, રૂા. 30 હજારની કિંમતના 6 મોબાઇલ, રૂા. 52,270ની રોકડ રકમ અને જીજે10 ડીએ 2975 નંબરની રૂા. પાંચ લાખની કિંમતની ઇકો કાર મળી કુલ રૂા. 6,47,270નો મુદ્દામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ લૂંટમાં બીલાલ રકસીંગ વસુનિયા (અલીરાજપૂર), ભવાન જીથરા ધાવડ (મ.પ્ર.), અશોક બાવા વસોયા (તરઘડિયા, જિ. રાજકોટ) નામના ત્રણ શખ્સો લૂંટમાં સંડોવાયેલા હોવાનું ખુલતા એલસીબીએ ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


