પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહના ભાગરુપે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના જન્મ દિવસે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન ઓશવાળ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો છે. જેમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરો દ્વારા રોગનું નિદાન કરી જરુરી દવાઓ નિ:શૂલ્ક પુરી પાડવામાં આવશે. આ કેમ્પમાં જનરલ રોગોના નિષ્ણાંત કાન-નાક-ગળાના નિષ્ણાંત, આંખના, ચામડીના રોગના, હાડકાના, બાળરોગ, સ્ત્રીરોગ, સર્જરી, મગજ અને જ્ઞાનતંતુના નિષ્ણાંતોની સેવાઓ ઉપલબ્ધ છે. તેમજ વિસ્ટા કન્સિલ્સ ઇલે. પ્રા.લિ. દ્વારા સામાજિક ફરજના (સીએસઆર એક્ટિવીટી) ભાગરુપે પૂનમબેન માડમની પ્રેરણાથી તેમના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સમાજની ક્ધયા છાત્રાલયોમાં સ્વસ્થ અને ડિજિટલ ભવિષ્યના નિમાર્ણાર્થે એસી તથા કોમ્પ્યુટર સિસ્ટમ સાંસદ પૂનમબેનના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં.આ તકે સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પૂર્વકૃષિ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, લાલજીભાઇ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, પૂર્વ મેયર બિનાબેન કોઠારી, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઇ દાસાણી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, કોર્પોરેટર સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ, અલ્કાબા જાડેજા, હર્ષાબા જાડેજા, આ ઉપરાંત અગ્રણીઓ વિપુલભાઈ કોટક, નિરજભાઈ દત્તાણી, દિનેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, નીતિનભાઈ માડમ, વિરલભાઈ રાચ્છ, બાદલભાઈ રાજાણી, ચંદુભાઇ કામદાર, જયેશભાઈ મારફતિયા સહિતના અગ્રણીઓ, તમામ કોર્પોરેટરો, વોર્ડના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.