Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાલાર : 7 બેઠક, 69 દાવેદાર

હાલાર : 7 બેઠક, 69 દાવેદાર

જામનગરની પાંચ બેઠક માટે 45 લડવૈયા મેદાનમાં : દ્વારકાની બે બેઠક પર 24 ઉમેદવારોની દાવેદારી : કાલાવડ બેઠક પર સૌથી ઓછા પાંચ જયારે જામનગર દક્ષિણની બેઠક પર સૌથી વધુ 79 દાવેદાર : ખંભાળિયા અને જામનગર ઉત્તરની બેઠક પર રાજકીય પંડિતોની નજર

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ અને દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠકો મળી હાલારની કુલ 7 બેઠકો માટે 69 ઉમેદવાર મેદાનમાં રહયા છે. ફોર્મની ચકાસણી અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ હાલારનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે 4પ અને દ્વારકા જિલ્લાની બે બેઠકો માટે 24 દાવેદારો પોતાનું કિસ્મત અજમાવી રહયા છે. જામનગર શહેર સહિત જિલ્લાની પાંચ બેઠકો માટે કુલ 145 ઉમેદવારી પત્રો ભરાયા જે પૈકી ચકાસણીના પ્રારંભિક સ્ટેજમાંજ 73 ઉમેદવારીપત્રો અમાન્ય ઠરતાં 72 ઉમેદવારી પત્રો માન્ય રહયા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત દરમ્યાન 27 ઉમેદવારો મેદાનમાંથી હટી જતાં પાંચ બેઠક માટે હવે કુલ 45 દાવેદારો વચ્ચે સ્પર્ધા થશે. 76-કાલાવડની અનાત બેઠક પર સૌથી ઓછા માત્ર પાંચ દાવેદારો મેદાનમાં રહયા છે. જયારે 77 જામનગર ગ્રામ્યની બેઠક પર 6 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. તેવી જ રીતે 78 જામનગર ઉત્તરની બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં રહયા છે. આ બેઠક પર ભાજપાએ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો સીધો જંગ કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા સામે થશે. તો બીજી તરફ આપના કરશન કરમુર પણ આ બેઠક જીતવા માટે મેદાનમાં ઉતયા છે.

- Advertisement -

79 જામનગર દક્ષિણની બેઠક માટે સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે દિગ્ગજ આરસી ફળદુને જગ્યાએ યુવા દિવ્યેશ અકબરીને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ પટેલ સામે પટેલ ચહેરો મનોજભાઇ કથિરીયાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ અહીં વિશાલ ત્યાગીને મેદાનમાં ઉતારીને આશ્ર્ચર્ય સર્જર્યુ છે. 80 જામજોધપુરની બેઠક પર કુલ 9 ઉમેદવારો વચ્ચે અંતિમ ચૂટણી જંગ ખેલાશે. કોંગ્રેસે અહીંના ધારાસભ્ય ચિરાગ કાલરીયાને રિપીટ કર્યા છે. તો ભાજપાએ અનુભવી અને કસાયેલા ચીમનભાઇ સાપરિયાને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા હરદાસભાઇ ખવાના પુત્ર હેમતભાઇ ખવાને મેદાનમાં ઉતારતા જામજોધપુરનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.

દ્વારકા જિલ્લાની બન્ને બેઠકો પર પણ રસપ્રદ ચૂંટણી જંગ જામવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. 81 ખંભાળિયાની બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ વિક્રમ માડમ સામે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરો ઇસુદાન ગઢવી ચૂઁટણી લડી રહયા છે. તો ભાજપાએ પણ મુળુભાઇ બેરા પર દાવ લગાવ્યો છે. કુલ 11 ઉમેદવારો વચ્ચે આ બેઠક માટે લડાઇ થશે. જયારે 82 દ્વારકાની બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં રહયા છે. ભાજપ તરફથી જુના અને જાણીતા પબુભા માણેકને ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસ ફરી એકવાર મુળુભાઇ કંડોરિયાના જોરે આ બેઠક જિતવા પ્રયાસ કરશે. જયારે આમ આદમી પાર્ટીએ લખમણભાઇ નકુમને મેદાનમાં ઉતાર્યા હોય દ્વારકાની બેઠક પર પણ ત્રિપાંખિયો જંગ ખેલાશે.

- Advertisement -

આ છે હાલારની 7 બેઠકના દાવેદાર

76-કાલાવડ

- Advertisement -
ચાવડા મેઘજીભાઇ અમરાભાઇ ભાજપા
ચૌહાણ મહેન્દ્રભાઇ દિનેશભાઇ બસપા
પ્રવિણ નરશીભાઇ મુસડિયા કોંગ્રેસ
ડૉ. જીજ્ઞેશ સોલંકી આપ
ચૌહાણ પ્રવિણભાઇ દાનાભાઇ અપક્ષ

 

77 જામનગર (ગ્રામ્ય)

કાસમ નુરમામદ ખફી બસપા
આહિર જીવનભાઇ કુંભારવડિયા કોંગ્રેસ
પટેલ રાઘવજીભાઇ હંસરાજભાઇ ભાજપા
પ્રકાશ ડી. દોંગા આપ
ચાંદ્રા ધર્મેન્દ્ર ધીરજલાલ અપક્ષ

 

78-જામનગર (ઉત્તર)

એડવોકેટ જગદીશભાઇ માણસીભાઇ ગઢવી બસપા
બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા કોંગ્રેસ
રિવાસિંહ હરદેવસિંહ સોલંકી

રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા

ભાજપા
કરશનભાઇ કરમુર

(આહિર કરશનભાઇ પરબતભાઇ કરમુર)

આપ
અનવર દાઉદ કકલ અપક્ષ
કેર રહીમ ઓસમાણભાઇ અપક્ષ
જાહિદ આવદભાઇ જામી અપક્ષ
મલેક આદિલ રસીદભાઇ અપક્ષ
મિયા આમીન રહીમભાઇ અપક્ષ
હિનાબેન દેપાભાઇ મકવાણા અપક્ષ

 

79-જામનગર (દક્ષિણ)

અકબરી દિવ્યેશભાઇ રણછોડભાઇ ભાજપા
કથિરીયા મનોજભાઇ ગોરધનભાઇ કોંગ્રેસ
મકુબેન કિશોરભાઇ રાઠોડ (મીનાબેન) બસપા
કમલેશકુમાર જેન્તીલાલ હીરપરા ભારતીય નેશનલ જનતાદલ
ગોહેલ મુકેશ વજુભાઇ ગુજરાત નવનિર્માણ સેના
વિશાલ રાજબલ ત્યાગી આપ
અબજલ મામદભાઇ ભાયા અપક્ષ
અલીમામદ ઇશાક પાલાણી અપક્ષ
કાદરી મહમદહુશેન આરીફમીયા અપક્ષ
ચૌહાણ જુનેદ અબ્દુલરજાક અપક્ષ
ચૌહાણ ભરતભાઇ મોહનભાઇ અપક્ષ
જીતેશ બાબુભાઇ રાઠોડ અપક્ષ
પટ્ટણી ચંદ્રકાન્ત મોહનલાલ અપક્ષ
પરમાર અર્જુનભાઇ કરશનભાઇ અપક્ષ

 

80-જામજોધપુર

કાલરીયા ચિરાગભાઇ રમેશભાઇ કોંગ્રેસ
ચીમનભાઇ સાપરિયા ભાજપા
આહિર હેમંતભાઇ હરદાસભાઇ આપ
જુણેજા સબ્બીરભાઇ ઇબ્રાહિમભાઇ સપા
અબુ ઉમર શીડા અપક્ષ
આંબાલાલ મનજીભાઇ વાવેચા અપક્ષ
જોષી અમિત બાબુભાઇ અપક્ષ
પ્રવિણભાઇ વલ્લભભાઇ પટેલ અપક્ષ
બસીરભાઇ સીદીકભાઇ સમા અપક્ષ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular