અસંગઠિત ક્ષેત્ર અન ઓર્ગનાઈઝડ સેક્ટર બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટે ઈ નિર્માંણ પોર્ટલ મોબાઈલ એપનું મુખ્યપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાયું છે. આ સાથે જ અન ઓર્ગેનાઈઝડ સેક્ટરના શ્રમિકોની ઓનલાઈન નોંધણીની પહેલ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. આ સાથે 10 લાખ આવા શ્રમિકોને યુ.વી.સ્માર્ટ કાર્ડમાં આવરી લઈ આધાર લીન્કડ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાઓના લાભ અપાશે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠીત ક્ષેત્ર અન ઓર્ગેનાઈઝડસેક્ટરનાં શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીન્કડ યુ વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા10 લાખ શ્રમિકોની નોંધણી કરી વિવિધ લાભો મળશે. તેમણે જણાવ્યું તું કેઆવા અસંગઠીત ક્ષેત્રના શ્રમિકાંની ઓનલાઈન નોંધણી કરવાની પહેલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આકામગીરી પણ ઈન હાઉસ જીઆઈપીએલ હારા કરવામાં આવી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યાહતા. સરકારે બાધકામ ક્ષેત્ર અને અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને લાલ ચોપડીમાંથી મુક્તિ અપાવી કેન્દ્ર અને રાજ્યસરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્માર્ટ કાર્ડથી આપવા કમર કસી છે. અત્યાર સુધીમાં છ લાખ શ્રમિકોની નોંધી કરવામાં આવી છે.
હવેથી શ્રમિકોના વસવાટ સ્થળ અને કાર્યસ્થળ પર જઈ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. આ માટેગુજરાતમાં 21,921 કોમન સર્વિસસેન્ટર પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની પહેલ: શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ
સમગ્ર રાજયના અસંગઠિત ક્ષેત્રના 10 લાખ શ્રમિકોની થશે નોંધણી