ગુજરાતની બેન્કોમાં 8100 કરોડ રૂપિયાનો ફ્રોડ કરી છેલ્લા ચાર વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલાં સાંડેસરા ભાઇઓએ અલ્બેનિયા અને નાઇજીરિયામાં જંગી મૂડીરોકાણ કરી તેમનો બિઝનેસ વિસ્તાર્યો છે. ચોંકાવનારી બાબતએવી સામે આવી છે કે, વિદેશમાં રોકાણથકી ભારતની ઓઇલ કંપનીઓને કાચુ તેલ વેચીને આ ભાઇઓ રૂપિયા બનાવી રહ્યા છે. છતાં કેન્દ્રની એજન્સીઓના કમજોર પ્રયાસો આ બંધુઓને ભારત પાછા લાવી શકતા નથી. સીબીઆઇ ઇડી જેમની તપાસ કરી રહી છે તે સ્ટર્લિંગ બાયોટેકના આર્થિક ગુનેગાર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેશ પટેલ ફરાર છે. આચારેય આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે. આ પરિવારની સૌથી વધુ સંપતિ ભારતકરતાં વિદેશમાં વધારે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંડેસરા પરિવાર નાઇજીરિયામાં છે. ત્યાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં મૂડીરોકાણ કર્યું છે. સાંડસરા બ્રધર્સ બેંકોના 8100 કરોડ રૂપિયાનું દેવું નહીં ચૂકવવાનો અને લોનનો દુરઉપયોગ કર્યાનો આરોપ છે.
ઇન્ટરપોલની રેડકોર્નર નોટીસ હોવા છતાં સાંડેસરા ભાઇઓએ અલ્બેનિયા અને નાઇજીરિયા જેવા દેશોમાં શરણું લીધું છે. ભારતના રાજનૈતિક અને ધાર્મિક ઉત્પીડનનો હવાલો આપી તેઓ તેમના મિત્ર દેશમાં સંરક્ષણ પ્રાપ્ત કરી રહ્યાંછે. આ પરિવાર 2017થી ફરાર છે અને ભારત સરકારે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. પહેલાં અલ્બેનિયા અને પછી નાઇઝીરિયામાં આ પરિવારે કારોબાર શરૂ કર્યો છે. ભાગેડું હોવા છતાં આ પરિવારને વિદેશમાં અનેક નિર્માણ યોજનાઓમાં મોટી રકમનું રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેઓ જયાં શરણ લઇ રહ્યાં છે તે બન્ને દેશોના અધિકારીઓ અને કેટલાંક રાજકીય લોકોએ પ્રત્યાર્પણ સામે સાંડેસરા પરિવારને બચાવવામાં ભરપૂર મદદ કરી હોવાનું કહેવાયછે.
મની લોન્ડરીંગના આરોપ અને ભાગેડું હોવા છતાં ભારતની ઓઇલ કંપનીઓએ નાઇજીરિયાની માંથી કાચા તેલની ખરીદી ચાલુ રાખી હતી. સાંડેસરા જેમાં જોડાયેલા છે તે કંપનીએ 700 મિલિયન ડોલરનું કાચું તેલ વેચ્યું હતું. જેમાં આઇસોસીને વેચવામાં આવેલું એક શિપમેન્ટ સામેલ છે કે જે સાંડેસરાને ભાગેડુ જાહેર કર્યાના બે મહિના પછી નવેમ્બર 2020માં ઉઠાવવામાં આવ્યું હતું. ભારતની ત્રણ કંપીનઓએ કાચું ઓઇલ સાંડેસરાની કંપનીમાંથી ખરીદ કર્યું છે.
પોલીસ રિપોર્ટ, અદાલતના દસ્તાવેજ તેમજ મીડિયા રિપોર્ટથી એવું સામે આવ્યું છે કે કેટલાંક અધિકારીઓએ આ પરિવારને સ્વતંત્રરૂપથી વ્યવસાય શરૂ કરવાની અને મૂડીરોકાણ કરાવની અનુમતિ આપીછે. અલ્બાનિયામાં સાંડસરાએ 33 મિલિયન ડોલરથી વધુનું રોકાણકરવાની યોજના બનાવી હતી. એક તબકકે અલ્બાનિયા સેન્ટર ફોર ઇકનોમિક રિસર્ચના કાર્યકારી નિર્દેશક જેફ પ્રાસીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે, અલ્બાનિયામાં આ પરિવારને રાજકીય સંરકક્ષનો લાભ મળ્યો હતો. અલ્બાનિયાની ગુનાઓની તેમજ તેમના પ્રત્યાર્પણની હજી તપાસ ચાલી રહી છે.
બન્ને ભાઇઓએ ભારતની બહાર 92 સહિત કુલ 340 કંપનીઓ બનાવી હતી. તેમના કર્મચારીઓ પૈકીચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમંત હાથીએ અગાઉ તપાસકર્તા એજન્સીને કહ્યું હતું કે, નિયંત્રિત કંપનીઓમાં 311 બેનામી હતી જેને અન્ય લોકોના નામ સાથે જોડવામાં આવી હતી. પરિવાર પર આરોપ છે કે બેન્કોના પૈસાથી તેઓએ આકર્ષક ગાડીઓ અને મોંઘી સંપતિઓ ખરીદી છે, જેમાં લંડન, દુબઇ અને અન્ય દેશોમાં ખરીદેલી સંપતિનો સમાવેશ થાય છે.
આ ભાઇઓની ખાસિયત છે કે, તેમના ભારત બહારના કેટલાક દેશોમાં મિત્ર સંબંધો સ્થાપિત થયેલા છે. આ કારણથી ફેબ્રુઆરી 2018માં તેમને અલ્બનિયાનો પાસપોર્ટ મળી ગયો હતો અને જાન્યુઆરી 2019માં નીતિન સાંડેસરાને નાઇજીરિયાની ઓનરરી કોન્સ્યુલ તરીકે નિયુકત કરવામાં આવ્યો હતો. સાંડેસરા એ કોસોવોમાં પણ લાભમેળવ્યો છે. બે વર્ષ પહેલાં કોસોવોના તત્કાલિન પ્રધાનમંત્રી રાનુશ હરદિનાજએ ફેસબુક પર પોસ્ટકરી હતી કે તેમણે ચેતન સાંડેસરા સાથે મુલાકાત કરી તેમની સાથે પર્યટન અને કૃષિમાં મૂડીરોકાણ પર ચર્ચા કરી હતી.
જો કે અલ્બાનિયા થિંકટેન્ક એસીઆઇઆરના નિર્દેશક પ્રીસીએ કહ્યું હતું કે, ભારતમાં સાંડેસરા સામે મની લોન્ડરીંગના આરોપ હોવાથી તેમના રોકાણો પર નિગરાનીરાખવાની જરૂર હતી. સાંડેસરાએ અગાઉ આ દેશમાં 2011માં એલેન એનર્જીલિમિટેડ નામની કંપની સાથે ત્રણ બિલિયનડોલરના ઓઇલ વ્યવસાય માટેભાગીદારી કરી હતી.
અલ્બેનિયા અને નાઇજીરિયામાં રક્ષણ મળતાં સાંડેસરાને ભારતમાં લાવવાના અત્યાર સુધીનાતમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. આ બંધુઓ શરણાર્થી દેશોમાં ન્યાયિક રીતે બચતા રહ્યાં છે. તેમણે એવું પ્રસ્થાપિત કર્યું છે કે ભારતમાં તેમણે એવું વર્તમાન સરકાર દ્વારા ગંભીર રાજનૈતિક અને આર્થિક ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.જો કે સૂત્રોના કહેવા પ્રમાણે ભારત સરકારે સાંડેસરા પરિવારને પાછા લાવવાના રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા છે.તપાસ એજન્સીઓની એકટીમ આ બન્ને સરકાર સાથે સંપર્કમાં છે.
ગુજરાતી કૌભાંડી બંધુઓ વિદેશમાં રહી ભારતને ક્રૂડ વેચી કરોડો રૂપિયા બનાવી રહ્યા છે!!
ગુજરાતની બેન્કોને રૂા.8100 કરોડનો ધુંબો મારનાર આ શખ્સો પાસેથી ભારત સરકારે ખુદ ક્રૂડ ખરીદેલું છે !!