Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાત10 દિવસમાં ગુજરાતને મળશે 1.63 લાખ રેમડેસિવિર

10 દિવસમાં ગુજરાતને મળશે 1.63 લાખ રેમડેસિવિર

- Advertisement -

ગુજરાત સહિત દેશભરમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતના કારણે સારવાર ધીમી પડી રહી છે. જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે ગઈકાલે કેન્દ્ર સરકારે દેશના 19 રાજ્યોમાં આગામી 10 દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે. જેમા ગુજરાતને 30 એપ્રિલ સુધી માટે 1,63,500 રેમડેસિવિર આપવામાં આવશે. રાજ્યમાં આજે પણ અનેક શહેરોમાં રેમડેસિવિર ઈન્જેકશન મેળવવા દર્દીના પરિવારજનો દિવસ-રાત અલગ-અલગ હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે. બે દિવસ પહેલાની હાઈકોર્ટની સુનાવણીમાં પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા રેડેસિવિરનો એક મોટો જથ્થો ગુજરાતને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર આગામી 10 દિવસમાં 19 રાજ્યોમાં રેમડેસિવિર મોકલશે. જેમા સૌથી વધુ મહારાષ્ટ્રમાં 2,69,200 ઈન્જેક્શન ફાળવવામાં આવશે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઈન્જેક્શનના ત્રણ ડોઝ પછી આગળના ડોઝ મળી શક્યા ન હતા. રેમડેસિવિરની અછતના કારણે ડોક્ટરો પણ દર્દીઓને 6 ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરી શક્યા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular