Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 1ની પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 1ની પરીક્ષાની તારીખો જાહેર

- Advertisement -

ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 1 ની પરીક્ષા 4 જુનથી ઓનલાઈન લેવાશે.

- Advertisement -

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિન્ટર સેમેસ્ટરની ઓફલાઈન પરીક્ષાઓ મોકુફ થયા બાદ ગત મહિને પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષાઓ લેવાઈ હતી.જેમાં બીએ,બીકોમ અને બીબીએ-બીસીએ સેમ.1ની પરીક્ષાઓ લેવાઈ હતી તેમજ બીએસસી અને બીએડ સેમ.1ની પરીક્ષા બાકી હતી જે હવે 4 જુનથી લેવાશે. Bcom, BBA, BCA, BA, Bsc સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા 4 જુનથી શરુ થશે. પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

જે વિદ્યાર્થીએ સેમ-1  માટે અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે પરંતુ પરીક્ષા આપી શક્યા નથી તેઓએ ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું નથી. યુજી સેમ.6 અને પીજી સેમ.-4ની પરીક્ષા ઓનલાઈન આપવા ઈચ્છતા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. યુજી સેમ-5 કે સેમ.3ની પરીક્ષા ઓનલાઈન આપવા માટે કરાવેલ રજિસ્ટ્રેશન માન્ય નહી રહે. ઉપરાંત અગાઉની પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યા તેઓ માટે ફરીથી પરીક્ષા ગોઠવાતા હવે 4 જુનથી તમામ પરીક્ષાઓ લેવાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular