રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1640 કેસ નોંધાયા છે. જેની સામે 1110 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 4દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4447 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા છે. રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે રચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 5 મહિનામાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. આજે ગુજરાતમાં 1640 કેસ નોંધાયા હતા. આ અગાઉ સૌથી વધુ કેસ નવેમ્બર માસમાં 1607 કેસ નોંધાયા હતા. આજે સૌથી વધુ 483 કેસ અમદાવાદ અને સુરતમાં પણ 483 કેસ નોંધાયા છે. ત્યારબાદ વરોદરામાં 159, રાજકોટમાં142, ખેડામાં 41,ભાવનગરમાં 32, દાહોદમાં 23, પંચમહાલમાં 23,ગાંધીનગરમાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જે પૈકી 2 સુરતમાં અને 2 અમદાવાદના દર્દીઓના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથોસાથ દેશમાં પણ કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે.