આવતીકાલે દરિયાકાંઠાના ગુજરાતમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. હીટવેવને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં અગાઉ બે દિવસ બાદ તાપમાન ઘટવાની આગાહી હતી પરંતુ, હીટવેવ વધુ ભીષણ બનીને લંબાયો છે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનું રેડ એલર્ટ જારી કરાયું હતું તો આવતીકાલે પણ આ બન્ને જિલ્લામાં સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, કચ્છ તથા વડોદરા, બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવથી લઈને સિવીયર હીટવેવ જેવી પરિસ્થિતિ નોંધાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતાં ઘણુ વધારે નોંધાયું છે. અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ દિવમાં ગઈકાલે વિક્રમજનક તાપમાન બાદ આજે પણ પારો સામાન્ય કરતા 9 સે. ઉંચો રહ્યો હતો. જ્યારે રાજકોટ,અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ પણ તાપમાન 6 થી 8 સે. ઉંચુ રહ્યું છે જે અસામાન્ય ગરમી દર્શાવે છે.
13 માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવા રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોને ઉકળાટ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારી છે કે, આજે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં સિવીયર હીટવેવની સ્થિતિ રહી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, વડોદરા અને સુરત સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 42.3 અને રાજકોટમાં 41.9 સે. નોંધાયું છે. જ્યારે વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ૪૧ સે. કરતા પણ વધુ તથા સુરત, અમરેલી, કેશોદ, વેરાવળમાં ૪૧ સે., જુનાગઢ, પોરબંદર, મહુવામાં 40 સે.થી વધુ તાપમાન રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે રણપ્રદેશ ધરાવતા ધરાવતા કચ્છ જિલ્લામાં આજે ચારેય કેન્દ્રો ઉપર મહત્તમ તાપમાન 40 સે.થી નીચું રહ્યું છે જેમાં નલિયા ખાતે તો સવારે 17 સે.એ ઠંડક અને બપોરે પણ 36.2 સે.તાપમાન નોંધાયું છે. જ્યારે દ્વારકા,ઓખામાં રાબેતામૂજબ રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું છે.


