Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ એમ્પ્લોઇ યુનિયન દ્વારા પગારના પ્રશ્ને આવેદન પત્ર પાઠવાયું

ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ એમ્પ્લોઇ યુનિયન દ્વારા પગારના પ્રશ્ને આવેદન પત્ર પાઠવાયું

- Advertisement -

ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ એમ્પ્લોઇ યુનિયન દ્વારા કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્ન અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત ગુજરાત સ્ટેટ એઇડસ ક્ધટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતાં એઆરટી સેન્ટરના કર્મચારીઓના કરાર કેન્દ્ર સરકારની નેશનલ એઇડસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની એચઆર પોલીસ મુજબ કરવા માંગણી કરી હતી. તેનો કોઇપણ પ્રત્યુતર ન આપી પગાર અટકાવી દેવામાં આવ્યો છે. તેમજ 2017માં કોર્ટમાં ગયેલ કર્મચારીઓના પગાર છેલ્લા મહિના સુધી નિયમ મુજબ મળતાં હતાં તેમાં કપાત કરીને 2017 મુજબ પગાર કર્યા છે. લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ આ કર્મચારીઓએ એચઆઇવી પિડીત દર્દીઓ દવાથી વંચિત ન રહે તે માટે દર્દીઓના ઘર સુધી દવા પહોંચાડી હતી. તેમજ કોરોના વોર્ડમાં પણ ફરજ બજાવી હતી. જે ફરજ પરનું સરકાર દ્વારા માનદ વેતન પણ મળેલ નથી. આથી કર્મચારીઓ રજૂઆતોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular