એલ.સી.બીના પીઆઈ દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી કે મહારાષ્ટ્રના પાલ ઘરમાં જે બે સાધુઓની હત્યા થઈ હતી તે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટને લાગી આવતા તેઓ દ્વારા હિન્દુ સમાજની ઉશ્કેરવા માટે હિન્દી ભાષામાં હિન્દુ તૈયાર રહે અગર સાધુ સડકો પર ઉતરેંગે તો હર હિન્દુઓકો ઉનકે સમર્થક બનાકર સનાતન ધર્મ કે લિયે સડકો પર આના હૈ ક્યા તૈયાર હો આ લખાણ વાળો મેસેજ વોટ્સએપ મારફત તે વાયરલ કરી કોઈ વર્ગના અથવા કોમના લોકોને કોમ વિરુદ્ધ ગુનો કરવા માટે ઉશ્કેરવાના ઇરાદાથી આ મેસેજ પ્રસિદ્ધ કરેલ હોય જેથી આ કામના ફરિયાદી દ્વારા જામનગર સીટી “બી” ડિવિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પ્રતિક એમ ભટ્ટ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ રજીસ્ટરે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધડપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કર્યુ હતું.
કોર્ટે સમગ્ર કેસ ચાલતા ટ્રાયલ કોર્ટે દ્વારા આ કામના ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ તરીફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા હરપાલસિંહ પી. ઝાલા અને સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતા.