ગુજરાતમાં કોરોનાના તાંડવ વચ્ચે મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ રહી છે. ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેવામાં કોરોના સામે લડી રહેલા બિહારે ગુજરાત પાસેથી મદદ માંગી છે. ગુજરાત માંથી હવે 14હજાર વાયલ રેમેડેસિવિર બિહાર મોકલવામાં આવશે. ઈન્જેકશન માટે બિહારનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યું છે.
બિહાર માટે ગુજરાતથી 14 હજાર વાઈલ રેમડેસિવિર ઈન્જેક્શન જશે. આ મામલે સીએમઓ બિહારે પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને માહિતી આપી હતી. સીએમઓ બિહારે ટ્વીટમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ વિશેષ વિમાન મોકલીને અમદાવાદથી 14000 રેમડેસિવિર દવા તાત્કાલિક લાવવાનો આદેશ આપ્યો છે. ખ્યમંત્રી નીતીશ કુમારે બિહારના કોરોના દર્દીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે મદદની માંગ કરી હતી. લગભગ 14 હજાર રેમડેસિવર વાઇલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા બિહાર લઈ જવાશે.
ઝારખંડમાં પણ મેડિકલ સુવિધાઓની ઘટ પડી રહી છે. ત્યારે ગુજરાતની કંપનીઓને ઝારખંડ તરફથી આ માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. મુખ્યમંત્ર હેમંત સોરેને પત્રમા લખ્યું કે, કોરોનાના સંકટમાંથી બહાર નીકળવા માટે તમામે સાથે મળીને કામ કરવાની જરૂર છે.