દેશમાં કોરોનાના કહેર વચ્ચે હવે મ્યુકરમાયકોસિસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. ભારતમાં કુલ 8848 કેસ સામે આવ્યા છે.અને 219 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 2281 કેસ નોંધાયા છે.
મ્યુકરમાયકોસિસના વધી રહેલા કહેર વચ્ચે તેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા એમ્ફોટેરિસિન-બી ની માંગ વધી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્રારા તમામ રાજ્યોને 23680 ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દેશમાં આ ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. રાજ્યમાં હાલ 2281 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને એમ્ફોટેરિસિન-બી ના 5800 ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે.ગુજરાતમાં ફંગસના લીધે 61 લોકોના મૃત્યુ થયા છે.
જાણો રાજ્યવાર કેસની સ્થિતિ અને સારવાર માટે ફાળવવામાં આવેલ ઇન્જેક્શન