જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર-1 થી 16 નો ગુજરાત સરકારનો સેવા સેતુ કાર્યક્રમ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં વોર્ડ નંબર-1 થી 8 આજે જ્યારે 9 થી 16 નો આવતીકાલે સવારે 10 થી 4 સુધી ગુજરાત સરકાર દ્વારા સીવીક સેન્ટરની બધી જ સેવા એક સ્થળ પર મળશે. જામનગર પ્રભારી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા સેવા ખુલ્લી મુકવામાં આવી હતી.

અરજદારોને ઓફિસના ધક્કા ખાવા ન પડે અને તેમણે ઘર આંગણે બધી સેવા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના તમામ વિભાગો એક જ સ્થળે હાજર હોય અને 55 જેટલી સેવાઓ તેજ દિવસે એક જ સ્થળે મળી રહેશે. જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમીનલ સર્ટી., ડોમિસાઈલ સર્ટી, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, નિરાધાર પેન્શન, અપંગ સર્ટી., રાશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વ્હાલી દિકરી લોન, બેંક એકાઉન્ટ, મેરેજ સર્ટી., જન્મ-મરણનાદાખલા, શોપ લાઇસન્સ જેવી અનેક વિવિધ યોજના એક જ સ્થળે એક દિવસે ટાઉનહોલ ખાતે મળી રહેશે.
View this post on Instagram
આજના આ સેવા સેતુને જામનગર પ્રભારી અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે જામનગર જિલ્લા કલેકટર કેતનભાઈ ઠકકર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, વિવિધ વિસ્તારોના કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ હજારો લોકો આ સેવાનો લાભ લેવા પહોંચ્યા હતાં. આવતીકાલે પણ આ કાર્યક્રમ હોય લોકોને વિવિધ સેવાનો લાભ લેવા સામાજિક કાર્યકર્તા સુભાષભાઈ ગુજરાતી દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.


