Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાત2036ના ઓલમ્પિક માટે ગુજરાત સરકારે આરંભી તૈયારી

2036ના ઓલમ્પિક માટે ગુજરાત સરકારે આરંભી તૈયારી

- Advertisement -

અમદાવાદ શહેરના મોટેરા ખાતે 800 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરાયું છે સાથે આ સમગ્ર સ્પોર્ટ્સ સંકુલને સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું નામકરણ કરાયું છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ભવિષ્યમાં અમદાવાદ શહેર એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સની યજમાની કરી શકે તે માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે ઔડાને જવાબદારી સોંપી છે. ઔડાએ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઓલમ્પિક ગેમ્સની યજમાની માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત માટે રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર કર્યા છે પણ ઔડા આ બાબતે કેટલું ગંભીર છે તે અંગેની માહિતી સપાટી ઉપર આવી છે. ઔડાએ અમદાવાદ શહેરના મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની આસપાસના 7 ગામની સરકારી જમીનના વેચાણ અને ભાડાપટ્ટા ઉપર આપવા ઉપર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઔડાએ તાજેતરમાં અમદાવાદ કલેકટર અને ગાંધીનગર કલેકટરને પત્ર લખી મોટેરા ગામ સહિત આસપાસના 7 સરકારી જમીનો વેચાણ ન કરવા માટે આદેશ કર્યો છે. અમદાવાદ શહેરના મોટેરા સહિત આસપાસના 7 ગામોની તમામ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે કરવાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આ પત્ર લખાયો છે.ઔડા દ્વારા પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરને એશિયાડ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે તૈયાર કરવાનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. આ માટે ટેન્ડર કરી એજન્સીની નિમણુંક કરાશે. આ એજન્સીનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલશે જે આ રિપોર્ટ કેન્દ્રના રમતગમત મંત્રાલયને સબમિટ કરશે. આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તો હાલ અમદાવાદ શહેરના મોટેરા, ચાંદખેડાની સરકારી જમીન કોઈપણ વ્યક્તિ, કંપની કે સંસ્થાને વેચાણ નહીં કરવા આદેશ કર્યો છે. આ પ્રકારે ગાંધીનગર જિલ્લાના ભાટ, કોટેશ્વર, કોબા, સુઘડ, ઝુંડાલની સરકારી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઔડા દ્વારા નિયત કરેલી એજન્સી દ્વારા મોટેરા અને આસપાસના 7 ગામોની સરકારી જમીનનો સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા રિપોર્ટ તૈયાર કરશે.

- Advertisement -

આ 7 ગામોની સરકારી જમીનોમાં ઓલમ્પિક કક્ષાના ઇન્ડોર સ્ટેડિયમ, ફૂટબોલ સ્ટેડિયમ સહિત અન્ય રમતોના સ્ટેડિયમ તૈયાર કરવાનું આયોજન છે તેવું ઔડાના સૂત્રો જણાવે છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઔડા દ્વારા તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગર કલેકટરને લેટર લખી મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલના આસપાસના ગામોની સરકારી જમીન વેચાણ નહીં કરવા જણાવી દીધું છે. આ અંગે કલેકટર કચેરીઓમાં પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. જો કોઈ સરકારી જમીનની માંગ સબંધમાં કોઈ પ્રક્રિયા ચાલી રહી હોય તો બંધ કરી દેવાઈ છે.

સૂત્રો એમ ઉમેરે છે કે, એશિયાડ કે ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે માત્ર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી હોતી પણ સાથે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રોકાઈ શકે તે માટે ફાઈવ સ્ટાર આવાસ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડે છે. સરદાર પટેલ સંકુલની આસપાસના 7 ગામોની સરકારી જમીનનો ઉપયોગ સ્પોર્ટ્સ વિલેજ ઉભું કરવા ઉપર પણ વિચારણા થઈ રહી છે. જ્યાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ખેલાડીઓની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટેની સુવિધાઓ હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular