પેટ્રોલના ભાવ આસમાન આંબી રહ્યા છે. ત્યારે પેટ્રોલની કિંમતમાંથી રાજ્ય સરકારને કેટલી રકમ મળે છે એ સવાલ દરેકના મનમાં છે. ગુજરાતમાં પેટ્રોલમાં દર લિટરે રૂ. 20.14 અને ડીઝલમાં રૂ. 19.89 સરકારની તિજોરીમાં જાય છે. 2020 કરતાં 2021માં પેટ્રોલમાં દર લિટરે રૂ. 4.25 અને ડીઝલમાં રૂ. 3.90 રાજ્ય સરકારના ટેક્સમાં વધારો થયો છે. 2020ના જુલાઇમાં પેટ્રોલ પર પ્રતિ લિટરે રૂ. 15.90 મળતા હતા, જે વધીને જુલાઇ 2021માં રૂ. 20.14 થયા છે. ડીઝલમાં 2020માં પ્રતિ લિટરે રૂ. 15.98 મળતા હતા, જે વધીને 2021 જુલાઇમાં 19.89 થયા છે. આ માહિતી સોમવારે લોકસભામાં આપવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી દર વર્ષે ગુજરાત સરકારને 15 હજાર કરોડની કમાણી થાય છે.