Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત શિક્ષણ બોર્ડ ધો.12નું પરિણામ જુલાઈમાં, માર્કશીટ આ રીતે તૈયાર થશે

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો.12નું પરિણામ જુલાઈમાં, માર્કશીટ આ રીતે તૈયાર થશે

- Advertisement -

ગુજરાતમાં કોરોના કાળને ધ્યાને રાખીને તમામ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની માર્કશીટ તૈયારકઈ રીતે નક્કી કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું છે. ધો.10,11 અને ધો.12ના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

ગુણાંકનની નીતિના માપદંડ

ધો.10ના બોર્ડના વિષયવારપરિણામના વિષયવાર મેળવેલ 70 ગુણના આધારે 50 ગુણના આધારે ધોરણ -૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે

- Advertisement -

ધોરણ -૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ -૧૧ ની પ્રથમ સામાયિક કસોટીના ૫૦ ગુણ  અને દ્વિતીય સામાયિક કસોટીના ૫૦ ગુણ માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન . 

શૈક્ષણિક વર્ષ – ૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ -૧૨ ની પ્રથમ સામાયિક કસોટીના ૧૦૦ ગુણ  અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટીના ૨૫ ગુણ એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ર૫ ગુણનું મૂલ્યાંકન .

- Advertisement -

શાળાઓએ વિષયવાર વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અને ધો.12ના  નિયમિત વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ જ ગુણપત્રક અને પ્રમાણપત્રક બોર્ડ દ્રારા આપવામાં આવશે.

સમયપત્રકની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્રારા આખરીકરણ 19જુન થી 25 જુન સુધી કરવામાં આવશે.

બોર્ડની વેબસાઇટ ઉપર તા.25 જુનથી 1જુલાઈ સુધી અપલોડ કરવામાં આવશે.

અને બોર્ડ દ્રારા વિદ્યાર્થીઓના પરિણામની ઓનલાઈન જાહેરાત જુલાઈ મહિનામાં કરવામાં આવશે. જેમાં જુલાઈના બીજા અઠવાડિયામાં ધો.12 વિજ્ઞાનપ્રવાહની અને જુલાઈના ત્રીજા અઠવાડિયામાં  સામાન્ય પ્રવાહના પરિણામની જાહેરાત કરવામાં આવશે.

બોર્ડ દ્રારા જુલાઈના અંતિમ અઠવાડિયામાં પ્રમાણપત્રનું વિતરણ તૈયાર કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular