દેશમાં એક બાજુ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છેત્યાં બીજી બાજુ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને ખાસ વિનંતી કરી છે. કેન્દ્રએ આગ્રહ કર્યો છે કે, મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ ૧૯૮૭ હેઠળ મહામારી જાહેર કરવામાં આવે. જયારે ગુજરાતમાં મ્યુકોરમાયકોસીસ મહામારી જાહેર કરવામાં આવી છે. આ સિવાય રાજસ્થાન, તેલાંગણા,હરિયાણા, તામીલનાડુ,એ મ્યુકરમાયકોસીસને મહામારી જાહેર કરી ચુક્યા છે.
કેન્દ્રના આ કદમનો અર્થ એવો થાય છે કે મ્યુકર માઈકોસીસના તમામ શંકાસ્પદ કે ક્ધફર્મ કેસો વિશે રાજયોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને જાણ કરવાની રહેશે. દેશમાં કોરોના વાયરસ પછી બીજો નવો રોગ સરકારોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. દેશમાં હવે બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. દેશના બે રાજ્યોએ તેને તેમના રાજ્યમાં રોગચાળો જાહેર કર્યો છે.
આજે રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીની બેઠકમાં મ્યુકોરમાયકોસીસને મહામારી જાહેર કરવામાં આવી છે.
એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ રાજ્યમાં એક નોંધપાત્ર રોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જયારે 4 રાજ્યો રાજસ્થાન, તેલાંગણા,હરિયાણા, તામીલનાડુ,એ મ્યુકરમાયકોસીસને મહામારી જાહેર કરી છે. આનો અર્થ એ થયો કે મ્યુકોરમાઈકોસિસના બધા પુષ્ટિ થયેલા અથવા શંકાસ્પદ કેસની માહિતી આરોગ્ય મંત્રાલયને આપવાની રહેશે. રાજ્યોને લખેલા પત્રમાં આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સેવાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકોરમાઈકોસિસ ના સ્ક્રિનિંગ, નિદાન, સંચાલન માટે ICMR અને Mohfw નીમાર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.