Wednesday, February 18, 2026
Homeરાજ્યગુજરાતગુજરાત બજેટ 2026: જાણો આરોગ્ય વિભાગને શું મળ્યું? ટેકનિકલ શિક્ષણના સ્તરને સુધારવા...

ગુજરાત બજેટ 2026: જાણો આરોગ્ય વિભાગને શું મળ્યું? ટેકનિકલ શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શું આયોજન ?

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે રૂ.26 કરોડની જોગવાઇ

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે, 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ સાથે જ નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષના બજેટનું કુલ કદ રૂ. 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે.

- Advertisement -

“પહેલું સુખ તે જાતે નર્યા” – આ કહેવતને સાર્થક કરતા ગુજરાત બજેટ 2026-27માં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ના વિઝનને આગળ ધપાવતા, રાજ્ય સરકારે યોગથી લઈને અત્યાધુનિક સુપર-સ્પેશ્યાલિટી સારવાર સુધીની સુવિધાઓને વધુ સુલભ બનાવી છે.

આ બજેટની સૌથી મોટી જાહેરાત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રક્ષણ કવચ સમાન છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય (PM-JAY) – મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) અંતર્ગત હવે રાજ્યના આશરે 2 કરોડ 72 લાખ લોકોને વાર્ષિક રૂ.10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવાશે. આ યોજનાના સુચારુ અમલીકરણ માટે સરકારે રૂ.3,472 કરોડની માતબર જોગવાઈ કરી છે.

- Advertisement -

આરોગ્ય ક્ષેત્રે સરકારની આ પ્રતિબદ્ધતા માત્ર હોસ્પિટલોના નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય માણસને મોંઘી સારવારના આર્થિક બોજમાંથી મુક્ત કરવાની છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુદ્રઢીકરણ અને મફત સારવારની આ સુવિધાથી ગુજરાતના લાખો પરિવારોને ‘સાચી સુખ-સંપત્તિ’ એટલે કે તંદુરસ્તીની ભેટ મળશે.

G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.1851 કરોડની જોગવાઇ.આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે રૂ.502 કરોડની જોગવાઇ.અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રૂ.500 કરોડની જોગવાઇ.

- Advertisement -

સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રૂ.200 કરોડની જોગવાઇ.ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹186 કરોડની જોગવાઇ.યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે રૂ.167 કરોડની જોગવાઇ.ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂ.153 કરોડની જોગવાઇ.

પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે રૂ.90 કરોડની જોગવાઇ.છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા રૂ.60 કરોડની જોગવાઇ.અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્‍સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે રૂ.58 કરોડની જોગવાઇ.નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા રૂ.53 કરોડની જોગવાઇ. સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા રૂ.41 કરોડની જોગવાઇ.

જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા રૂ.36 કરોડની જોગવાઇ.અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹35 કરોડની જોગવાઇ.ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks” આપવા રૂ.30 કરોડની જોગવાઇ.વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.28 કરોડની જોગવાઇ.

જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે રૂ.26 કરોડની જોગવાઇ.“હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે રૂ.22 કરોડની જોગવાઇ.ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે રૂ.17 કરોડની જોગવાઇ.માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા રૂ.16 કરોડની જોગવાઇ. સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.

ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના સ્તરને સુધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં નીચે મુજબની જાહેરાતો કરવામાં આવી છે:

– MYSY યોજના: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ₹400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
– કૌશલ્ય સહાય: આશરે 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે ₹43 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનો વિકાસ:
– રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત 20 કોલેજોના નવા બાંધકામ અને 8 કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે રૂ.126 કરોડની જોગવાઈ છે.
– ઉચ્ચ શિક્ષણની 136 સરકારી કોલેજોના સમારકામ અને જાળવણી માટે રૂ.46 કરોડ ખર્ચવામાં આવશે.
– રાજકોટ ખાતે એન.સી.સી.(NCC) લીડરશીપ એકેડેમીના નિર્માણ માટે રૂ.31 કરોડની ફાળવણી કરાઈ છે.
ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ:
– એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ(અમદાવાદ): અહીં રિસર્ચ પાર્કના બાંધકામ માટે રૂ.51 કરોડ અને બોયઝ હોસ્ટેલના નવા બ્લોક માટે ₹51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– એલ. ઇ. કોલેજ(મોરબી): આ સંસ્થાને ‘ઓટોનોમસ’ દરજ્જો આપવા અને લેબોરેટરીઝના અપગ્રેડેશન માટે રૂ.35 કરોડ ફાળવાયા છે.
– સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં આધુનિક આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂ.67 કરોડ ખર્ચવામાં આવશે.

સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સ્પોર્ટ્સ:
– અમદાવાદ સ્થિત i-Hub અને તેના ચાર પ્રાદેશિક કેન્દ્રોની કામગીરી વેગવંતી બનાવવા રૂ.80 કરોડની જોગવાઈ છે.
– સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0(SSIP)ના અમલીકરણ માટે રૂ.45 કરોડ ફાળવવામાં આવ્યા છે.
– યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોમાં રમતગમત(Sports)ની સુવિધાઓ વિકસાવવા માટે ₹96 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં DIAL 112 જનરક્ષક માટે 3 હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી આવશે તેવી શક્યતાઓ છે.

DIAL 112 જનરક્ષક માટે 3 હજાર જગ્યાઓ ઊભી કરાશે
વર્ષ 2026-27ના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 14265 કરોડની જોગવાઇની જોગાવી કરવામાં આવી છે, જેમાં DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ 20 હજાર 444 રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં 1571 કરોડની જોગવાઇ. રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-107 મકાનો બનાવવા 136 કરોડની જોગવાઇ તો Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે 20 કરોડની જોગવાઇ. અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગને સુદ્રઢ કરવા 50 Special Operational Vehicle ખરીદવા 9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરાશે
આ ઉપરાંત બજેટમાં મહેસૂલ વિભાગ માટે પણ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ માટે કુલ 5552 કરોડની જોગવાઇ જેમાં કુદરતી આફતો સામે રાહત આપવા 2145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઇ. વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.

નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનાવાશે
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં રૂ.100 કરોડની જોગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં 19% જેટલો વધારો થયો છે. જેના માટે રૂ.250 કરોડની જોગવાઇ.

દિવ્યાંગજનો માટે મોટી જાહેરાત
દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્‍સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્‍સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જોગવાઈ.

પાંચ નવી GIDC બનશે
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.

MSME માટે રૂ.1775 કરોડની જોગવાઇ
દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે રૂ.1775 કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹1250 કરોડની જોગવાઇ.

“નમો કૌશલ્ય લક્ષ્મી યોજના”ની જાહેરાત
મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે રૂ.40 કરોડની જોગવાઇ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular