Friday, December 27, 2024
Homeબિઝનેસકરચોરીઓ છતાં, જીએસટી આવક સતત વધી રહી છે-દેશ, ગુજરાત ફૂલ ફોર્મમાં

કરચોરીઓ છતાં, જીએસટી આવક સતત વધી રહી છે-દેશ, ગુજરાત ફૂલ ફોર્મમાં

- Advertisement -

- Advertisement -

દેશમાં ગુડ્ઝ એન્ડ ર્સિવસિસની વસૂલાત સપ્ટેમ્બરમાં રૃ. 1.17 લાખ કરોડ પર પહોંચી હતી. જે પાંચ મહિનાની ટોચે છે. જૂન પછી સતત ત્રીજા મહિને જીએસટીની વસૂલાત રૃ. 1 લાખ કરોડનાં આંકને વટાવી ગઈ છે. સપ્ટેમ્બર 2021માં જીએસટીની વસૂલાત ગયા વર્ષનાં આ જ મહિના કરતા 23 ટકા વધી છે. ચાલુ નાણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં જીએસટીની કુલ સરેરાશ માસિક આવક રૃ. 1.15 લાખ કરોડ થઈ છે જે આ વર્ષે પહેલા ક્વાર્ટરની સરેરાશ માસિક વસૂલાત કરતા 5 ટકા વધારે છે.

કેન્દ્રનાં નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની ઇકોનોમીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકારની ટેક્સની આવકમાં વધારાની આ ગતિ ચાલુ રહેશે અને વર્ષનાં બીજા છ માસિક ગાળામાં આવકમાં વૃદ્ધિ થશે તેવી આશા છે.

- Advertisement -

ઇકોનોમિક ગ્રોથ, કરચોરી સામેનાં પગલાં, ખોટા બિલ બનાવનારાઓ સામે પગલાંને કારણે જીએસટીની વસૂલાત વધી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનાં વળતર સ્વરૃપે રાજ્યોને રૃ. 22,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

સપ્ટેમ્બરમાં ચીજવસ્તુઓની આયાતને કારણે જીએસટીની આવકમાં 30 ટકાનો વધારો થયો હતો જ્યારે દેશમાં સેવાઓની આયાત સહિતનાં સોદાઓને કારણે વસૂલાતમાં 20 ટકા વૃદ્ધિ થઈ હતી. સપ્ટેમ્બર 2020માં જીએસટીની વસૂલાત સપ્ટેમ્બર 2019માં થયેલી રૃ. 91,916 કરોડ કરતા 4 ટકા વધારે હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular