Sunday, December 22, 2024
Homeબિઝનેસજી.એસ.ટી. હેઠળ કરચોરીની તપાસ દરમ્યાન વેપારીને કરવામાં આવતી કનડગત સામે લાલઆંખ કરતી...

જી.એસ.ટી. હેઠળ કરચોરીની તપાસ દરમ્યાન વેપારીને કરવામાં આવતી કનડગત સામે લાલઆંખ કરતી ગુજરાત હાઇકોર્ટ

તપાસના કેસોમાં કનડગત સામે ફરિયાદ કરવાની સુવિધા કરદાતાને આપવા વ્યવસ્થા ઊભી કરવામાં આવે: હાઇકોર્ટ

- Advertisement -

જી.એસ.ટી. હેઠળ કરચોરી ડામવા વિવિધ જોગવાઈ હેઠળ અધિકારીને કરદાતાના સ્થળ ઉપર પહોચી તપાસ કરવાની સત્તા આપવામાં આવેલ છે. આ સત્તાનો ઉપયોગ કરી કરદાતાઑ ને ત્યાં તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. આ તપાસ મોટા ભાગે પ્રાથમિક તપાસ આધારિત હોય છે અને જ્યાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટને કરચોરી થયાની પ્રબળ શંકા હોય છે ત્યાંજ આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ અંગ્રેજીમાં એક પ્રખ્યાત કહેવત છે “Power Corrupts-Absolute Power Corrupts Absolutely”. આ કહેવત મુજબ પોતાને આપવામાં આવેલ સત્તાના જોરે ક્યારેક અધિકારીઑ દ્વારા કરદાતા ઉપર અસહ્ય કનડગત કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં આ વિષય ઉપર ઘણી “રિટ પિટિશન” દાખલ થઈ હોવાની માહિતી મળી રહી છે.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ એક કેસમાં કરદાતાને ત્યાં તપાસ દરમ્યાન તેને એ હદે માનસિક-શારીરિક રીતે હેરાન કરવામાં આવ્યો હતો કે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અંતરીમ ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા અધિકારીઓને કાયદાની મર્યાદામાં રહી કામ કરવા તાકીદ કરવામાં આવી છે. કેસની ગંભીરતા સમજી હાઇકોર્ટ દ્વારા અધિકારીઓને કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેવા જણાવેલ હતું. કેસમાં ઉપસ્થિત અધિકારી દ્વારા આ અંગે કોર્ટમાં આ કેસોમાં નિષ્પક્ષ ખાતાકીય તપાસ ની ખાત્રી આપવામાં આવેલ છે. દોષી અધિકારી સામે યોગ્ય પગલાં પણ ભરવાની પણ ખાત્રી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આ પ્રકારની ફરિયાદો હવે આવશે નહીં તેવી પણ બહેધરી કેન્દ્રિય જી.એસ.ટી. ડિપાર્ટમેંટના ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

કોર્ટે દ્વારા ખાસ નોંધવામાં આવ્યું હતું કે આ પ્રકારે તાકીદ કરવાથી કોઈ અધિકારીનું “મોરલ ડાઉન” કરવાનો તેમનો ઇરાદો નથી પરંતુ અધિકારીઓએ કાયદાની મર્યાદા ઓળંગી કરદાતાને તપાસ દરમ્યાન કનડગત કરે તે ક્યારેય ચલાવી શકાય નહીં. જી.એસ.ટી. હેઠળ તપાસ દરમ્યાન દબાણ કરી ભરાવવામાં આવતા ટેક્સ-વ્યાજ ણે પણ ગેર વ્યાજબી ગણી આ અંગે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવા અંગે પણ સરકારને તાકીદ કરવામાં આવેલ છે. આ કેસની હજુ વધુ સનવની આગામી દિવસોમાં થશે. પરંતુ હાઇકોર્ટ દ્વારા આ બાબતની ગંભીરતા સમજી અધિકારીઑને ચીમકી આપી કરદાતા માટે મહત્વની રાહત આપી છે તે બાબત ચોક્કસ છે.

- Advertisement -
  • (ભવ્ય પોપટ, બિઝનેસ ડેસ્ક, ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular