સેન્ટ્લ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ કસ્ટમ્સ બ્રોકર્સઅને ઓથોરાઇઝડ કેરિયર્સને ઇસ્યૂ કરાયેલા લાઇસન્સ/ રજિસ્ટ્રેશનના રિન્યુ કરવાની આવશ્યક્તાને રદ કરી છે.
નિકાસકારોને લાઇસન્સ/ રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે સંખ્યાબંધ દસ્તાવેજો સાથે અરજી કરવી પડતી હતી પરંતુ હવે સૌબીઆઈસોના નિર્ણયથી તેઓ અનુપાલનની જવાબદારીથી મુક્ત થશે અને તેમને વેપાર કરવામાં સુલભતા રહેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
કસ્ટમ્સ બ્રોકર્સ લાઇસન્સિંગ રેગ્યુલેશન્સ, 2018 અનેસી કાર્ગોમેનિફેસ્ટ એન્ડ ટ્રાન્સીપમેન્ટ રેગ્યુલેશન્સ 2018માં થયેલા સુધારાથી વર્તમાન લાઇસન્સ/રજિસ્ટ્રેશનની કાયદેસર પાત્રતા આજીવન થઈ જશે. આ સાથે ઓર એક સુધારા હેઠળ પરવાનાધારક અથવા રજિસ્ટ્રેશન ધરાવતી કંપની તેમનાં લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સ્વેચ્છાએ સરકાર પરત કરી શકશે.
આ પગલાથી બનાવટી લાઇસન્સ તૈયાર કરી નિકાસ અથવા આયાત લાભ મેળવી લેતા લેભાગુઓ અંકુશમાં રહેશે અને તેમની ધરપકડ સાથે મૂળ-ખરાં લાઇસન્સધારકો ઉપર દોષ નાખી નહીં શકે. તે સાથે નિષ્ક્રીય થઈ ગયેલાં લાઇસન્સ/રજિસ્ટ્રેશનને ફરીથી સક્રીય કરવાના વિશેષાધિકાર કમિશનર ઓફ કસ્ટમ્સને આપવામાં આવ્યા છે.
લાઇસન્સ/રજિસ્ટ્રેશને આજીવન રિન્યૂ કરવાના નિર્ણયથી ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનને વેગ મળશે અને વેપાર ઉપર અનુપાલનનો બોજ હળવો થશે.