કોરોના મહામારી સામે પહોંચીવળવા આર્થિક જરૂરિયાતો ને ધ્યાને લઇ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અધ્યક્ષ અને કલેકટર દ્વારકા ડો.નરેન્દ્રકુમાર મીના તથા ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણીના માર્ગદર્શન હેઠળ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી રૂા.21 લાખ અને સુદામા સેવા સેતુ સોસાયટીના ભંડોળમાંથી રૂા.11 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના બીજા તબક્કામા પૂરા દેશમાં સંકટ ઉભુ થયેલ છે. આ સમયે લોકોને જરૂરી તબીબી અને આનુસંગિક સારવાર માટે સરકાર તરફથી જરૂરી તમામ સેવા સહાયની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ આ સંકટના સમયે સેવાભાવી સંસ્થાઓ / સેવાભાવી સમાજ સેવકો સરકાર સાથે રહી બનતી સહાય/સેવા પુરી પાડે તે ખુબ જ જરુરી છે. આથી, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરુરી સહાય પુરી પાડવા માટે આર્થિક જરુરિયાતને ધ્યાને લઇ લોકોને મદદરૂપ થવાના શુભ આશયથી અધ્યક્ષ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ અને કલેક્ટર, દેવભૂમિ દ્વારકા તથા ઉપાધ્યક્ષ, ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અને સૂચના અનુસાર દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ભંડોળમાંથી જિલ્લા વહીવટી તંત્ર હસ્તકના કોવીડ કેર રીલીફ ફંડમાં રૂપિયા 21/- લાખ અને સુદામા સેવા સેતુ સોસાયટીના ભંડોળમાંથી રોગી કલ્યાણ સમિતિ, દ્વારકાના ભંડોળમાં રૂપિયા 11/- લાખ અનુદાન આપી બંને સંસ્થા દ્વારા સમાજસેવાની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ કરી છે અને સમગ્ર દેશમાં વ્યાપેલી મહામારીના સંકટમાંથી દેશ વાસીઓ સત્વરે મુક્તિ મેળવે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી.