Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આંગણે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ

જામનગરના આંગણે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવ

આ પ્રસંગે આજથી ચાર દિવસ, શ્યામ સગાઈ, વિવાહ ખેલ, ચાંદીની મહેલાત, સોનેરી તુઇનો બંગલો એમ શ્રીમદન મોહન પ્રભુના સંધ્યા સમયે 7 કલાકે દર્શન થશે તેમજ આ પ્રસંગે જામનગરના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે

- Advertisement -

જામનગરમાં છપ્પન ભોગ મહોત્સવ સમિતિ અને જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા અખંડ ભૂમંડલાચાર્યવર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની મહદ કૃપાથી તેમજ નિ.લી. પુ.પા.ગોસ્વામી 1008 શ્રી વ્રજભુષણલાલજી મહારાજના પ્રેરણાત્મક આર્શિવાદથી મોટી હવેલી જામનગરના ગાદીપતિ પૂષ્ટિ સિધ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ.પા.ગો.1008-શ્રી હરિરાયજી મહારાજના મનોરથ સ્વરૂપે 36 વર્ષ બાદ મોટી હવેલી જામનગરમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના નિધિ એવં પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય ચતુર્ભૂજ સ્વરૂપ શ્રી મદનમોહન પ્રભુને છપ્પન ભોગ આરોગાવાનો શુભ મનોરથ આગામી વિ. સ. 2079 શ્રી વલ્લભાબ્દ 545 પોષસુદ 10 એટલે કે તા. 1 જાન્યુઆરી 2023ના દિવસે આવેલો છે.

- Advertisement -

આ તકે તા. 1 જાન્યુઆરી-2023ના સવારે 10 કલાકે શ્રી મદનમોહન પ્રભુની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા લેઉવા પટેલ સમાજ પાસે પ્રણામી મંદિરનું મેદાન, જનતા ફાટક થઈ એમ્યુઝમેન્ટ પાર્ક, શ્રીજી હોલ પાસેથી છપ્પન ભોગ સ્થળ મેહુલનગર ટેલીફોન એકસચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળનું મેદાન, જામનગર ખાતે સુધી યોજવામાં આવશે. જ્યારે છપ્પનભોગના દર્શન સાંજે 6 કલાકે થશે.

આ પ્રસંગે પ્રભુના વિવિધ મનોરથો થશે. જેમાં આજે સંધ્યા/શયન દર્શન સમયે એટલે કે સાંજે 7 વાગ્યે શ્યામ સગાઈ, તા.28 ડિસેમ્બર આવતીકાલે સંધ્યા/શયન સમયે વિવાદ ખેલ, 29 ડિસેમ્બર સંધ્યા/શયન સમયે ચાંદીની મહેલાત અને 30 ડિસેમ્બરના સંધ્યા શયન સમયે સોનેરી તુઇનો બંગલો મનોરથ દર્શન થશે.

- Advertisement -

આ છપ્પનભોગ મહોત્સવ દરમિયાન નિ.લી.પૂ.પા.ગો. શ્રી વલ્લભ ભુષણ લાલજી મહારાજના પરિવારની મંગલ ઉપસ્થિતિ રહેશે. તેમજ શ્રી વ્રજરત્નલાલજી મહારાજ નડિયાદ, શ્રી શ્યામ મનોહરજી મહારાજ વારાણસીથી તેમજ જૂનાગઢના શ્રી નવનીત લાલજી મહારાજ, જેતપુરના શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજ, ચોપાસની જોધપુર મુકુટરાયજી મહારાજ, જૂનાગઢથી શરદરાયજી મહારાજ, કેશોદથી ઉત્સવરાયજી મહારાજની ખાસ ઉપસ્થિતિ રહેશે.

આ તકે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તેમજ સમિતિના હોદ્દેદારો-કાર્યકરો-સભ્યોની ઉપસ્થિતિ રહેશે.

- Advertisement -

આ શુભ પ્રસંગે પરિવાર સહ ઉપસ્થિત રહી પ્રભુના અલૌકિક દર્શનનો લાભ લેવા માટે છપ્પનભોગ મહોત્સવ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular