આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ધૂમ છે, ત્યારે મીઠાપુર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ચમત્કારી હનુમાન મંદિર ખાતે ભક્તિ, ભાવ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. પવનપુત્ર હનુમાનજીનાં જન્મોત્સવ નિમિત્તે મંદિર સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ પર્વે મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને ફૂલોના હારથી શણગારવામાં આવ્યું છે.
રાત્રિના સમયે ઝળહળતી રોશનીથી મંદિરનો નજારો ભવ્ય અને દિવ્ય બની રહ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દાદાને આજે બપોરે વિશેષ વાનગીઓ સાથેનો ભવ્ય ‘રાજભોગ’ અર્પણ કરવામાં આવ્યો હતો. અને બપોરથી સાંજ સુધી વિવિધ પકવાનો, ફળોઅને મિષ્ટાનનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. બપોરે અને સાંજની આરતીમાં સેંકડો શ્રદ્ધાળુઓએ જોડાશે. ‘જય શ્રી રામ’ અને ’જય હનુમાન’ના નાદથી સમગ્ર મીઠાપુર ગુંજી ઉઠ્યું. ભક્તોની સુવિધા માટે મંદિર સમિતિ દ્વારા આખો દિવસ સતત પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા દરેક ભાવિકોને પ્રસાદ અપાઈ રહ્યો છે.
View this post on Instagram


